નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે કાર કંપનીઓ વેચાણમાં વધારો કરવા માટે પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Hyundai એ પણ પોતાની હેચબેક અને સેડાન કાર પર ઓગસ્ટ મહીનામાં ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. જુલાઈ 2020માં કંપનીએ જુલાઈ 2019 કરતા 2 ટકા ઓછુ વેચાણ કર્યું છે. આવો જાણીએ આ મહીને હ્યુન્ડાઈની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


Hyundai Grand i10

હ્યુંન્ડાઈની આ કાર આ મહીને ખરીદવા પર આશરે 60,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની આ કાર પર ઘણી ઓફર આપી રહી છે. હ્યુન્ડાઈની આ કાર 2013માં લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે 2017માં તેનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું.
Hyundai Aura

આ કારને ઓગસ્ટમાં ખરીદવા પર 20,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. તમે આ મહીને આ કારને ખરીદી તેનો લાભ ઉઠાવી શકો છો.
Hyundai Santro

હ્યુન્ડાઈની આ એન્ટ્રી લેવલ કારને આ મહીને ખરીદવા પર 45,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.
Hyundai Elite i20

હ્યુન્ડાઈની એલેન્ટ્રાના પેટ્રોલ મોડલને BS6માં અપગ્રેડ કરવામાં આવી છે. તમે આ મહીને આ કારને ખરીદી આશરે 35,000 સુધીનો ફાયદો મેળવી શકો છો.

Hyundai Elantra

હ્યુન્ડાઈની આ લેટેસ્ટ જનરેશન મોડલ ફેસલિફ્ટ વર્ઝન કંપની હાલમાં જ લોન્ચ કરી હતી. તેને 2.0 લીટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હવે તેને 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે પણ ખરીદી શકો છો. આ કારને જો તમે આ મહીને ખરીદો છો તો તમને 30,000 સુધી ફાયદો મળી શકે છે.

Mahindra પણ આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ

આ મહીને મહિંદ્રાની કાર ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીની આ એસયૂવી રેન્જ કાર પર ત્રણ લાખ સુધીનો ફાયદો મળી રહ્યો છે. મહિંદ્રા Alturas SUV પર 3.05 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ સિવાય કંપની સ્કોરપિયો, બોલેરો જેવી કારો પર પણ છૂટ આપી રહ્યું છે.

Car loan Information:

Calculate Car Loan EMI