અમદાવાદઃ શહેરના વિવેકાનંદ નગર વિસ્તારમાં ખારી નદીના પાણી આવતા રોડ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદની હદમાં પ્રવેશતા સમયે આવતો વિસ્તાર છે વિવેકાનંદ નગર. સવારના સમયે પાણી પુલ પર આવતા AMC દ્વારા પુલ પણ બંધ કરવામાં આવ્યો હતો. હાલ પણ પુલ ઉપરથી પાણી વહી રહ્યા છે.


અમદાવાદમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સંત સરોવરમાં નવા નીર આવ્યા છે. સંત સરોવર થોડીવારમાં ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે સાબરમતી નદીમાં પાણી આવશે. થોડા કલાકમાં 1500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં આવી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં અસર થાય તો તંત્ર સજ્જ છે.