નવી દિલ્હી: ભારતની અર્થવ્યવસ્થાના વિકાસમાં ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશોની નજર ભારતમાં સતત વધી રહેલી ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી પર છે . જેના પગલે દેશ દુનિયાની અનેક કાર નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની નવી અપકમિંગ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે.


આવતા વર્ષે 2021માં તમામ બ્રાંડ્સ પોતાની કારને બજારમાં ઉતારવા માટે તૈયાર છે. જેમાં ગણી એવી કાર સામેલ છે, જે બજેટ સેગમેન્ટમાં છે અને તેની કિંમત 5 લાખથી 30 લાખ રૂપિયા સુધી છે.

Maruti Suzuki Jimny

ભારતમાં Maruti Suzuki Jimny ફેબ્રુઆરી 2021 સુધી લોન્ચ થવાની સંભાવના છે. જેની કિંમત 6 થી 9 લાખની વચ્ચે હોઈ શકે છે. આ એવી કાર છે જેનું ચાર દાયકાથી વધુ સમયથી ઉત્પાદન થઈ રહ્યું છે અને બજારમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જાપાની કાર નિર્માતા આ વર્ષના અંતમા ફોર્થ જનરેશનની જિમ્ની લોન્ચ કરવાની તૈયારીમાં છે.

Maruti Suzuki WagonR EV

મારુતી સુઝુકીની WagonR EV વર્ષ 2021ના નવેમ્બરમાં ભારતી બજારમાં આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. તેની કિંમત 7 થી 10 લાખ સુધી હોય શકે છે. વેગનઆર ભારતની મનપંસદ નાની ફેમિલી કારમાંથી એક છે.

Hyundai Santa Fe
Hyundai ભારતમાં લાંબા સમયથી પોતાની કાર લોન્ચ કરી રહી છે. ભારતનો એક મોટો વર્ગ Hyundaiની કારોથી પ્રભાવિત છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં Hyundai Santa Fe ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. જેની કિંમતની શરુઆત 26 થી 30 લાખ સુધી આંકવામાં આવી રહી છે. Hyundai Santa Feને ત્રણ એન્જીન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

Kia Rio

કાર નિર્માતા કંપની Kiaએ હાલમાં જ ભારતીય માર્કેટમાં પોતાનું પ્રથમ મોડલ સેલ્ટોસ એસયૂવીને આ વર્ષના ઓગસ્ટમાં લોન્ચ કર્યું હતું. જો કે, કિયા પાસે ભારતમાં લોન્ચ કરવા માટે કાર્નિવલ, સ્પોર્ટેઝ અને રિયો હેચબેક જેવા અન્ય મોડલ છે. કિયા નવેમ્બર 2021માં Kia Rioને લોન્ચ કરી શકે છે. ભારતીય બજારમાં તેની કિંમત 6 થી 7 લાખ સુધી આંકવામાં આવી રહી છે. કિયા સ્પોર્ટી કાર છે અને તે હ્યુન્ડાઈ i20 પર આધારિત છે.

Tata Gravitas

ભારતીય કંપની ટાટા વર્ષ 2021ના માર્ચમાં Tata Gravitas લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેની કિંમત 17 થી 20 લાખ સુધી આંકવામાં આવી રહી છે. કારને પાવર આપવા માટે 2.0 લીટરનું Kyrotec ડીઝલ એન્જીન આપવામાં આવશે, જે 167bhpનો પાવર જનરેટ કરશે.

Car loan Information:

Calculate Car Loan EMI