રાજકોટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. મોડી રાતથી કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. કચ્છ અને તાલાલા પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છ અને તાલાલામાં આજે સવારથી બપોરે દોઢ વાગ્યા સુધીમાં ભૂકંપના ચાર આંચકા નોંધાયા છે. પ્રથમ આંચકો કચ્છમાં સવારે 4 વાગ્યેને 23 મીનિટે નોંધાયો હતો. આ આંચકાની તીવ્રતા 1.9 નોંધાઈ તો કેંદ્ર બિંદુ દૂધઈથી 21 કિમી દૂર નોંધાયું છે.


જ્યારે બીજો આંચકો સવારે 7 વાગ્યેને 47 મીનિટે નોંધાયો હતો. આ આંચકાની તીવ્રતા 1.4ની અને તાલાલાથી 12 કિમી દૂર કેંદ્રબિંદુ નોંધાયું છે. તાલાલામાં ત્રીજો આંચકો 1.9ની તીવ્રતાનો સવારે 7 વાગ્યેને 49 મીનિટે નોંધાયો છે. જ્યારે બપોરે 1 વાગ્યેને 20 મીનિટે ચોથો 2.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.

ભૂકંપના આંચકા સતત અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકાઓ યથાવત છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.