Mahindra: કાર નિર્માતા મહિન્દ્ર કંપની હવે પોતાના ગ્રાહકો માટે એક ખાસ ગિફ્ટ લઇને આવી રહ્યું છે, રિપોર્ટ છે કે કંપની ટુંક સમયમાં પોતાની નવી એસયુવી લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ એસયુવીમાં 7 સીટર નહીં પરંતુ 9 સીટર ફેસિલિટી આપવામાં આવશે, બીજા એક રિપોર્ટ અનુસાર, આ મહિન્દ્રા SUV કારમાં થાર જેવુ મજબૂત એન્જિન પણ હશે. હાલમાં કંપની પાસે Scorpio N અને XUV700 પર સૌથી લાંબો વેટિંગ પીરિયડ છે. જોકે, મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી કાર મહિન્દ્રા બોલેરો છે. આ ગાડી બે મૉડલ- Bolero અને Bolero Neoમાં આવે છે. હવે કંપની આનું બીજું મોડલ લાવવા જઈ રહી છે.
શું હશે નવી કારનુ નામ -
રિપોર્ટનુ માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં Mahendra Bolero Neo Plus નામનું નવું વાહન લોન્ચ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેમાં માત્ર ડીઝલ એન્જિન જ આપી શકાય છે. Mahindra Bolero Neo Plusમાં 2.2-litre mHawk ડીઝલ એન્જિન આપવામાં આવશે. આ જ એન્જિન મહિન્દ્રા થારમાં પણ ઉપલબ્ધ છે. જો કે, આ એન્જિનને બોલેરો નિયો પ્લસ માટે ટ્યુન કરી શકાય છે. તેને 7 સીટર અને 9 સીટર વેરિઅન્ટમાં લાવી શકાય છે. બીજી ખાસ વાત છે કે આ એસયુવામાં એમ્બ્યુલન્સ વર્ઝન પણ હશે, જેમાં 4 સીટ સાથે બેડ પણ હશે, બીજા એક રિપોર્ટ અનુસાર, આ મહિન્દ્રા SUV કારમાં થાર જેવુ મજબૂત એન્જિન પણ હશે. હાલમાં કંપની પાસે Scorpio N અને XUV700 પર સૌથી લાંબો વેટિંગ પીરિયડ છે.
નવી એસયુવીની શું હશે કિંમત -
ગાડીની કિંમત 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. પરિમાણો વિશે વાત કરીએ તો, Bolero Neo Plusની લંબાઈ 4400mm, પહોળાઈ 1795mm અને ઊંચાઈ 1812mm હોઈ શકે છે. જ્યારે તેનું વ્હીલબેઝ 2680mm હશે.બોલેરો નિયો પ્લસ પછી, કંપની મહિન્દ્રા XUV400 ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે, જે જાન્યુઆરી 2023 માં આવવાની છે. આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી છે. તેમાં 39.5kWh બેટરી પેક છે, જે 148bhp અને 310Nmનો પાવર આપે છે. તે 8.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 150 કિમી પ્રતિ કલાક છે.
Car loan Information:
Calculate Car Loan EMI