પેટ્રોલ ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price)  સતત વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. 4 મે બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 25મી વખત ભાવ વધારો થયો છે. પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે વધારે માઇલેજ (Mileage) આપતી ગાડી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કેટલીક ટીપ્સ (Tips)અપનાવીને કાર કે બાઇકની માઇલેજ વધારી શકો છે.


ગાડીના માઇલેજ વધારવા અપનાવો આ ટિપ્સ


સર્વિસઃ નિયમિત સર્વિસ (Service)ગાડીની માઇલેજ વધારવામાં મદદ કરે છે. સમયાંતરે ઓઇલ ચેંજ (Oil Change), કૂલેટ ઓઇલનું લેવલ, ચેન લુબ્રિકેશન પર ધ્યાન આપવું જોઈએ.


ટાયર પ્રેશરઃ યોગ્ય ટાયર પ્રેશર (Tyre Pressure) ન હોય તો પણ માઇલેજ ઓછી આવે છે. દર અઠવાડિયે (Weekly) ટાયર પ્રેશ ચેક કરાવતા રહેવું જોઈએ. વધારે લોડ કે વજન લઇ જવાની સ્થિતિમાં હેન્ડબુકમાં (Handbook) આપ્યા મુજબ ટાયર પ્રેશર સેટ કરવું જોઈએ.


ગાડી ઉભી રાખો ત્યારે એન્જિન બંધ કરવાનું ન ભૂલોઃ ટ્રાફિકમાં 10 સેકંડ કરતાં વધારે સમય થોભવાનું થાય ત્યારે એન્જિન બંધ (Switch off Engine) કરી હતો. એન્જિન ચાલુ કરવાથી વધારે ફ્યૂલ વપરાશે તેવો વ્હેમ કાઢી નાંખો.


ક્લચનો ઓછો ઉપયોગ કરોઃ ક્લચના વધારે પડતાં ઉપયોગથી વધારે ફ્યૂલ વપરાય છે. જરૂર હોય ત્યારે જ ક્લચનો ઉપયોગ કરો. આમ કરવાથી ક્લચ પ્લેટનું (Clutch Plate) આયુષ્ય વધે છે.


યોગ્ય ગિયરનો ઉપયોગ કરોઃ ગાડી ચલાવતી વખતે લોઅર ગિયરનો ઉપયોગ કરો અને ધીમે ધીમે ગિયર બદલો. ગાડીના એન્જિન મુજબ ગિયરનો (Gear Shifting) ઉપયોગ કરવો જોઈએ.


પેટ્રોલ ક્યારે ભરાવશોઃ ગાડીમાં પેટ્રોલ (Fuel) સવારે કે મોડી રાતે ભરાવવું જોઈએ. ફ્યૂલ જ્યારે ગરમ હોય ત્યારે ફેલાય છે અને ઠંડુ થવાથી ઘાટું થઈ જાય છે. સવારે અને રાતે તાપમાન (Temprature) ઓછું હોય છે. જેથી આ સમયે પેટ્રોલ-ડીઝલ ભરાવવાથી ફાયદો થશે.


Car loan Information:

Calculate Car Loan EMI