ભારતમાં એમસીએક્સ પર સોનાનો ઓગસ્ટ વાયજો ફ્લેટ થઈને ટ્રેડ કરી રહ્યો છે. રોયટર્સના એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં રોકાણકારો ફેડર રિઝ્વની બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડોલર અન્ય ચલણની સામે એક મહિનાની ઉચ્ચ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે અન્ય કરન્સી હોલ્ડર્સ માટે સોનું વધારે મોંઘું થઈ ગયું છે.


એમસીએક્સ પર ઓગસ્ટ સોનાનો વાયદો 9-30 કલાકે 0.13 ટકાની તેજી સાથે 48488 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જુલાઈ ચાંદી વાયદો 0.4 ટકા વધીને 71535 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.


અમેરિકાના ફેડરલ રિઝર્વની બેઠક પહેલા ભાવ ઘટ્યા


અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકનો આજે બીજો દિવસ છે અને એ પહેલા સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. બન્ને મેટલ વૈશ્વિક બજારમાં ઘટાડા સાથે બંધ રહી છે. સોનું ઓગસ્ટ વાયદો 1586.40 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી જુલાઈ વાયદો 27.69 પ્રતિ ઔંસ પર બંધ રહ્યો છે. ઘરેલુ બજારમાં પણ બન્ને ઘટાડા સાથે બંધ રહ્યા છે.


અમેરિકન બોન્ડ યીલ્ડમાં સુધારો


Prithvifinmart Commodityના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પહેલા ડોલર ઇન્ડેક્સ સ્થિર રહ્યો, જ્યારે બેન્ચમાર્ક 10 વર્ષીય બોન્ડ યીલ્ડ વધ્યા છે અને તે 1.50 ટકાને પાર કરી ગયા છે. કંપનીના હેડ કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ, મનોજ કુમાર જૈન અનુસાર, “અમને આશા છે કે બુધવારે સેશનમાં બન્ને કિંમતી ધાતુઓમાં ઉતાર ચડાવ રહેશે અને સોનાની કિંમત આ પાર કે પેલે પારની સપાટી પર છે. જો તે 1850 ડોલર પ્રતિ ઔંસના પોતોના મહત્ત્વના સપોર્ટનો તોડે તો આગળ વધારે ઘટાડો જોવા મળી શકે છે.


મનોજ અનુસાર, સોનું ઓગસ્ટ વાયદામાં 48660 રૂપિયાનો ટાર્ગેટ સાથે 48200 રૂપિયાની આસપાસ ખરીદી કરી શકાય છે. સોનાના આ સોદા માટે 47950 રૂપિયાનો સ્પોટલોસ રાખી શખાય છે. જ્યારે ચાંજી જુલાઈ વાયદામાં 70700 રૂપિયાની ખરીદી કરી 71800નો ટાર્ગેટ રાખી શકાય છે.