નવી દિલ્હીઃ લોકો હવે ઘરના કામથી લઇને ઓફિસ અને બિઝનેસના કામ માટે મોટા પ્રમાણમાં કારનો ઉપયોગ કરે છે. લોકો ગાડી ખુબ ચલાવે છે, પરંતુ જ્યારે તેના સર્વિસની વાત આવે છે તો કેટલાય લોકો તેમાં બિલકુલ ધ્યાન નથી આપતા. જો તમે ગાડી ચલાવતા હોય તો તેમાં સર્વિસની સાથે સાથે ઓઇલ ચેન્જ કરવુ ખુબ જરૂરી છે. (Vehicle tips) જો સમયસર ઓઇલ બદલવામાં ના આવે તો ગાડીમાં અનેક પ્રકારની ખાસ કરીને એન્જિનને લગતી ખરાબી આવી શકે છે, આ કારણે તમારો ખર્ચ પણ વધી શકે છે. જો તમારી પાસે ગાડી હોય તો તમારે પણ સમયસર ઓઇલ ચેન્જ (Vehicle oil change) કરાવતા રહેવુ જોઇએ નહીં તો નીચે બતાવેલી ત્રણ મોટી સમસ્યાઓ આવી શકે છે, જાણો શું શુ થઇ શકે છે નુકશાન....


એન્જિનમાં ખરાબી....
એન્જિન ઓઇલનુ સૌથી મહત્વનુ કારણ લુબ્રિકેશન હોય છે. આ એન્જિનના દરેક ભાગને પ્રૉટેક્ટ કરે છે, અને એકબીજાથી સાફ રાખે છે. જો સમયસર ઓઇલ ના બદલાવો તો ગાડીના એન્જિનમાં મોટુ નુકશાન આવી શકે છે, એન્જિન ખરાબ પણ થઇ શકે છે. લાંબા સમયથી ઓઇલના (Vehicle oil change) ઉપયોગથી ઘર્ષણ વગેરેમાં સમસ્યા આવી શકે છે, અને એન્જિનની તાકાતમાં ઘટાડો થઇ શકે છે. 


અવાજ આવવાના શરૂ થઇ જાય છે
જ્યારે એન્જિન ઓઇલની કમી આવે છે ત્યારે એન્જિનની અંદર જુદાજુદા ભાગમાં લુબ્રિકેશન એટલે કે ચિકાસ નથી મળતી. આ કારણે દરેક ભાગ એકબીજાના સંપર્કમાં આવે છે, અને ઘર્ષણના કારણે મોટા અને જુદાજુદા અવાજો આવવાના શરૂ થઇ જાય છે. જો ઓઇલનુ લેવલ ઓછુ હોય તો પણ એન્જિનમાં ઓઇલ પ્રેશરના કારણે બેરિંગ વગેરેનો અવાજ આવવા લાગે છે, ઓઇલ જુનુ થઇ જાય ત્યારે પણ અવાજ આવવા લાગે છે.


ઓવરહિટની સમસ્યા
જો તમારી ગાડીના એન્જિનમાં યોગ્ય પ્રમાણમાં ઓઇલ નહીં રહે તો આ એન્જિનમાં તણાવ પેદા થઇ શકે છે, અને આના પરિણામે ઓવરહિટિંગ થઇ શકે છે. ઓઇલ તે ઘર્ષણને ઓછુ કરવાનુ કામ કરે છે, અને કુલેન્ટ ગાડીના તાપમાનને નિયંત્રિત કરે છે. 


ખર્ચ પણ વધશે
એટલુ જ નહીં ગાડીમાં ખરાબીની સાથે સાથે તમારે ખર્ચની પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વારંવાર ઓઇલ ચેન્જ કરાવવાથી ખર્ચ વધશે તો તમારુ એન્જિન ખરાબ થઇ શકે છે. અને બાદમાં એન્જિન રિપેરિંગનો ખર્ચ વધશે. આ ખર્ચ ઓઇલ ચેન્જ કરાવવા કરતાં પણ વધારે વધી શકે છે. 


Car loan Information:

Calculate Car Loan EMI