અમદાવાદઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવીજ એક ખબર હાલ વાયરલ થઈ છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.


સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરની જાહેરાતનું એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે જાહેરાત રોડસ અને બિલ્ડિંગ દ્વારા આપવામાં આવી હતી. જે બાદ રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી


શું છે સત્ય


જોકે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ટોલટેક્ષ ભરવાની વાત ભ્રામક છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર પેસેન્જર કાર,ટુ વ્હીલર, થ્રી વ્હીલર, GSRTCની બસને આપેલ ટોલ મુક્તિ યથાવત રહેશે. એક ફેસબુક યુઝરે આ પોસ્ટ શેર કરી હતી.




સરકારને લગતી ભ્રામક ખબરોનું કોણ કરે છે ખંડન


સરકારને લગતી કોઈ પણ ભ્રામક ખબરોની સત્યતા ચકાસવાનું કામ પીઆઈબી ફેક્ટ ચેક કરે છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


France Lockdown: કોરોનાના કહેરથી વિશ્વના આ જાણીતા દેશે લાદી દીધું એક મહિનાનું લોકડાઉન, લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે


Surat Corona Case: રાજ્યના આ શહેરના જાણીતા મોલમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાણો કેટલા કર્મચારી સંક્રમિત થતાં મચ્યો ખળભળાટ


Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના ટોપ ગિયરમાં, છેલ્લા 5 દિવસમાં જ નોંધાયા અધધ કેસ