નવી દિલ્હીઃ જર્મનીની દિગ્ગજ ઓટો બ્રાન્ડ Volkswagen નવી એસયુવી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. Volkswagen Taigun 2021ના તહેવારોની સિઝનની આસપાસ લૉન્ચ થવાની સંભાવના છે. જોકે આના લૉન્ચ પહેલા ફૉક્સવેગન ડીલરોએ પહેલાથી જ 25,000 રૂપિયા ટૉકન મનીમાં નવી કૉમ્પેક્ટ એસયુવી માટે અનઓફિશિયલ બુકિંગ એક્સેપ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. કેટલાક ડીલરોનુ કહેવુ છે કે એસયુવી ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2021ની આસપાસ ભારતમાં વેચામ માટે ઉપલબ્ધ થશે, અને આની કિંમત લગભગ 15 લાખ રૂપિયા (ઓન-રૉડ) હશે. 


વળી, ફૉક્સવેગન પેસેન્જર કાર ઇન્ડિયાના ઓફિશિયલ પ્રવક્તાએ કહ્યું- ફૉક્સવેગન ઇન્ડિયા બહુપ્રતીક્ષિત એસયુવી માટે - રજિસ્ટર યૉર ઇન્ટરેસ્ટ - શરૂ કરી દીધુ છે, જેમાં ગ્રાહકોને એક્સક્લૂસિવ તાઇગુન સ્ક્વૉડનો ભાગ બનવાનો મોકો મળે છે. કારલાઇન માટે જલ્દી બુકિંગ શરૂ થઇ જશે. આશા છેકે કંપની લૉન્ચ નજીક એસયુવી માટે ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેશે. 


MQB A0 IN પ્લેટફોર્મની પહેલી પ્રૉડક્ટ- 
Volkswagen Taigun MQB A0 IN પ્લેટફોર્મમાંથી પહેલી પ્રૉડક્ટ છે, અને આમાં સ્કિડ પ્લેટ, રૂફ રેલ્સ એલઇડી હેડલેમ્પ અને એલઇડી ડીઆરએલ, સ્પોર્ટી ડ્યૂઅલ-ટૉન એલૉય વ્હીલ્સની સાથે સાઇડ્સ અને વ્હીલ આર્ચ પર વધુ ક્લેડિંગ છે. ડિઝાઇનની પાછળની બાજુનો ભાગ એલઇડી ટેલલાઇટ્સની સાથે છે, જે એક મોટી એલઇડી લાઇટબાર સાથે જોડાયેલો છે, આનુ પેઇન્ટ્સ ખુબ એટ્રેક્ટિવ છે. 


એસયુવીમાં મળશે શાનદાર ફિચર્સ- 
કેબિનમાં ડ્યૂલ ટૉન બ્લેક અને ગ્રે કલર અને સેન્ટર સ્ટેજ પર  10-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે. Taigunમાં હવાદાર ફ્રન્ટ સીટ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, એલઇડી હેડલેમ્પ, ક્લાઇમેટ કન્ટ્રૉલ ટાઇપ-સી યુએસબી પોર્ટ પણ છે. એસયુવીમાં સ્ટૉરેજ પૉકેટ, સેન્ટ્રલ આર્મરેસ્ટ અને ટૂ-ટૉન ફેબ્રિક અને ફૉક્સ અપહૉલ્સ્ટ્રી પણ મળે છે. 


દમદાર એન્જિન- 
Taigun બે ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન 1-લીટર ટીએસઆઇ અને 1.5-લીટર ટીએસઆઇની સાથે આવશે. પૂર્વમાં 113 bhp અને 175 Nmનો ટૉર્ક બનવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. બીજુ એન્જિન ઓપ્શન 1.5-લીટર 4-સિલીન્ડર ટર્બો પેટ્રૉલ એન્જિન છે, અને આ 150 PSનો મેક્સિમમ પાવર અને 250 Nmની પીક ટૉર્ક જનરેટ કરશે. બન્ને એન્જિનો માટે 6-સ્પીડ મેન્યૂઅલ અને 1.0-લીટર યૂનિટ માટે એક ટૉર્ક કન્વર્ટર ઓટોમેટિક સામેલ છે. આ 6-સ્પીડ મેન્યૂઅલ અને 7-સ્પીડ ડીએસજીની સાથે ઉપલબ્ધ થશે. 


Car loan Information:

Calculate Car Loan EMI