નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં વધારો યથાવત છે. દર વર્ષે પેટ્રોલ અને ડીઝલ પહેલા કરતાં મોંઘા થઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં અસમાન્ય ઉછાળો આવ્યો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટરિ વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2014-185માં પેટ્રોલ 66 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 50 રૂપિયા પ્રતિ લિટર હતું. આજે 2021માં પેટ્રોલ 95 રૂપિયા અને ડીઝલ 86 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. હાલમાં ભારતના કેટલાક જિલ્લામાં તો પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
- 2014-15- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર
આજે પેટ્રોલ-ડીઝલના ભાવ
આજે એટલે કે 11 જૂનના રોજ પેટ્રોલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 28 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.85 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 86.75 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં હાલમાં પેટ્રોલ 101.04 રૂપિયા અને ડીઝલ 94.15 રૂપિયા પ્રતિ લિટર છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.