જુલાઈ 2022 માં કાર કંપની  Volvo ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. ઉલ્લેખનીય છે કે નવી ઇલેક્ટ્રિક કાર ભારતમાં સંપૂર્ણ રીતે એસેમ્બલ કરવામાં આવશે. વોલ્વો આવું કરનાર પ્રથમ લક્ઝરી કંપની હશે. આ વોલ્વો ઇલેક્ટ્રિક કારની એસેમ્બલી કર્ણાટકમાં બેંગ્લોર પાસે હોસાકોટમાં કરવામાં આવશે. કારના રિચાર્જ XC40નું ભારતમાં માર્ચ 2021માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના માટે ગયા વર્ષે જૂનમાં જ પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેના લુકની વાત કરીએ તો તેના ICE જેવી જ છે. આ વોલ્વો કાર કોમ્પેક્ટ મોડ્યુલર આર્કિટેક્ચર (CMA) પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તમે આ કારને બે ઇલેક્ટ્રિક મોટર્સથી ચલાવી શકો છો, જે 408bhp આઉટપુટ અને 660Nm પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.


કારની ઝડપ અને બેટરી ક્ષમતા


વોલ્વો કાર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, અમે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક તરફ આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ અને બેંગલુરુમાં અમારા XC40 રિચાર્જને એસેમ્બલ કરવાની અમારી યોજના આ સંકલ્પનો એક ભાગ છે. XC40 વોલ્વો 78 kWh ની લિથિયમ આયન બેટરી દ્વારા સંચાલિત હશે, જે એક વાર પૂર્ણ ચાર્જ પર તમને 400 કિમીની રેન્જ આપી શકે છે, કંપનીએ દાવો કર્યો છે. આ નવી કાર 150 kW DC ફાસ્ટ ચાર્જર સાથે ઉપલબ્ધ થશે. વોલ્વો કંપની ભારતમાં આવતા મહિને XC40 રિચાર્જ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે આ કારની ડિલિવરી ઓક્ટોબર 2022માં શરૂ થશે.


2030 સુધીમાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર કંપની બની જશે


કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે 2030 સુધીમાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક બની જઈશું કારણ કે મોબિલિટીનું ભવિષ્ય ઈલેક્ટ્રિક કાર છે. કંપનીએ વધુમાં કહ્યુ હતું કે આવતા મહિને લોન્ચ થઈ રહેલા XC40 રિચાર્જ પછી કંપનીનો ઉદ્દેશ્ય દર વર્ષે બજારમાં નવું ઇલેક્ટ્રિક મોડલ રજૂ કરવાનો રહેશે.


Car loan Information:

Calculate Car Loan EMI