Volvo XC40 Recharge Launch: વોલ્વો કંપનીએ પોતના પ્રથમ ઈલેક્ટ્રીક કાર XC40 રિચાર્જને (XC40 Recharge) ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ SUV કારની કિંમત 55.90 લાખ રુપિયાથી (એક્સ-શોરુમ) શરુ થાય છે. વોલ્વોએ આ કારનું એક જ ફુલ્લી લોડેડ વેરિયેન્ટ માર્કેટમાં ઉતાર્યું છે, જેને P8 AWD નામ અપાયું છે. આ કારની ડિલીવરી આ જ વર્ષે ઓક્ટોમ્બરમાં શરુ કરવામાં આવશે. એક્સટીરિયરની વાત કરીએ તો, નવી વોલ્વો XC40 રિચાર્જને (XC40 Recharge) બ્લૈંક્ડ-આઉટ ગ્રિલ, બોડી કલર અને બૂટલિડ ઉપર રિચાર્જ બૈજિંગ ICE વર્જનથી અલગ જ ઓળખ આપે છે. આ સિવાય તેના એક્સટીરિયરમાં મળનારી નવી એલઈડી હેડલેમ્પ્સ, 19-ઈંચ ડ્યુલ-ટોન અલોય વ્હીલ્સ ફ્રંટ અને રિયર બંપર ઉપર બ્લેક ક્લૈડિંગ અને વર્ટિકલી સ્ટૈક્ડ એલઈડી ટેલ લાઈટ્સ તેને એક પ્રીમિયમ લુક આપે છે.
વોલ્વો XC40 રિચાર્જનું ઈંટીરિયરઃ
2022 વોલ્વો XC40 રિચાર્જના ઈંટીરિયરમાં 12-ઈંચનું ફુલ-ડિજિટલ ઈંસ્ટ્રુમેંન્ટ ક્લસ્ટર, 360 ડિગ્રી કેમેરા, મેમરી ફંક્શન સાથે ઈલેક્ટ્રિકલી એડજસ્ટ થતી ફ્રંટ સીટ, અડેપ્ટિવ ક્રુજ કંટ્રોલ, લેન કીપ આસિસ્ટ, ડુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ મળે છે. આ સાથે આ ઈલેક્ટ્રીક કારમાં એક 13-સ્પીકર હરમન કાર્ડન-સોર્સ્ડ મ્યુઝિક સિસ્ટમ અને એક વર્ટિકલી-સ્ટૈક્ડ ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.
વોલ્વો XC40 રિચાર્જનું પાવરટ્રેનઃ
વોલ્વો XC40 રિચાર્જમાં એક 78kWh બેટરી પેક છે, જે વધુમાં વધુ 402bhpનું પાવર આઉટપુટ અને 660Nmનું ટાર્ક જનરેટ કરે છે. આ ઈલેક્ટ્રીક કાર તેના ચારેય ટાયરને પાવર સપ્લાય કરે છે. કંપનીનો દાવો છે કે, આ ઈલેક્ટ્રીક કાર એક વખત ચાર્જ કર્યા બાદ 418kmsની રેંજ આપે છે. XC40 રિચાર્જ 4.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પિડ પર પહોંચી શકે છે. જ્યારે ટોપ સ્પીડ ઈલેક્ટ્રોનિકલી 180 કિમી પ્રતિ કલાકની છે. 150kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી કારની બેટરીને 28 મિનીટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI