Auto News: ધોળા દિવસે પણ કેમ ચાલું રહે છે બાઈક-સ્કૂટરની હેટલાઈટ, શું છે તેની પાછળનું કારણ?

Auto News: દ્વિચક્રી વાહનોની હેડલાઈટ દિવસ દરમિયાન પણ હંમેશા ચાલુ જ હોય ​​છે, પરંતુ તેને સૂર્યપ્રકાશમાં ચાલુ રાખવાનું કારણ શું છે? ચાલો જાણીએ.

Continues below advertisement

Why Bike Headlights Are Always On:   તમે ઘણીવાર નોંધ્યું હશે કે સ્કૂટર (scooter)અને બાઇક(Bike)ની હેડલાઈટ(Headlights ) દિવસ દરમિયાન પણ ચાલુ રહે છે, જોકે પહેલા તેને બંધ કરવાનો વિકલ્પ હતો, જે હવે ઉપલબ્ધ નથી. 1 એપ્રિલ 2017 પછી વાહનોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સ્કૂટરની લાઈટને લો કે હાઈ કરી શકાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે બંધ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી, પરંતુ સવાલ એ થાય છે કે આવું કેમ થાય છે? ચાલો આજે તેનો જવાબ જાણીએ.

Continues below advertisement

દિવસ દરમિયાન પણ સ્કૂટરની લાઇટ કેમ ચાલુ રહે છે?

હકીકતમાં, દ્વિચક્રી વાહનોના માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય પરિવહન મંત્રાલયે ઓટોમેટિક હેડલાઇટ ઓન (AHO) ફીચર દાખલ કરવાની ભલામણ કરી હતી. ટુ-વ્હીલર્સની હેડલાઇટ હંમેશા ચાલુ રાખવાનો હેતુ રસ્તાઓ પર ટુ-વ્હીલર્સની વિઝિબિલિટી વધારવાનો હતો. તમને જણાવી દઈએ કે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં વાહનોની વિઝિબિલિટી વધારવા માટે છેલ્લા ઘણા સમયથી આ નિયમ લાગુ છે. જેના કારણે માર્ગો પર વિઝિબિલિટી વધી છે અને અકસ્માતોમાં ઘટાડો થયો છે.

શું છે કારણ ?
ભારતમાં ટુ-વ્હીલર્સની ઓટોમેટિક હેડલાઇટમાં ઓન ફીચર રાખવાનું મુખ્ય કારણ નાના વાહનોની વિઝિબિલિટીમાં સુધારો કરવાનું છે. આવી સ્થિતિમાં દૂર દૂરથી વાહન આવતું હોય તો પણ તેની ઓળખ થતી નથી. તે જ સમયે, જો હવામાન ખરાબ હોય અથવા રસ્તા પર ધુમ્મસ હોય અને જો વાહનોની હેડલાઇટ ચાલુ ન હોય તો તેની જાણ થતી નથી. આવી સ્થિતિમાં વાહનોની ટક્કર થવાની સંભાવના વધી જાય છે. તે જ સમયે, જો દ્વિચક્રી વાહનોની હેડલાઇટ દિવસ દરમિયાન પણ ચાલુ રહે છે, તો તેની વિઝિબિલિટી વધે છે, જેના કારણે દ્વિચક્રી વાહનો દ્વારા થતા અકસ્માતો ઓછા થાય છે.

Continues below advertisement
Sponsored Links by Taboola