ગારીયાધરની પાટીદાર મહિલા પર બળાત્કાર કરી હત્યાના કેસમાં 3 સગા ભાઈ ઝડપાયા, જાણો કોણ છે આ નરાધમો? કઈ રીતે ગુજારેલો પાશવી અત્યાચાર?
આ મામલે આઇજીએ તપાસ દરમિયાન માંડવી ગામના ત્રણ સગ્ગાભાઇઓ આહીર અમરુ ઉકાભાઇ ભેડા, ભાવેશ ઉર્ફે લાલો ઉકાભાઇ ભેડા અને મુકેશ ઉકાભાઇ ભેડા, ઉપરાંત માંડવી ગામના જ વિક્રમ ભગવાનભાઇ ભેડા અને રાજુ ઘુસાભાઇ ભેડા સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તમામને ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામા આવતા. અદાલતે તમામના 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીના રીમાન્ડ મંજરુ કર્યા હતા. કોર્ટમાં લઇ જવા અગાઉ તમામનું ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવામાં આવ્યું હતું.
આ મામલે તત્કાલીન પીએસઆઈ એચ. આર. હેરભાએ અતુલ છગનભાઈ કોળીની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવ્યા બાદ કોર્ટ હવાલે કર્યો હતો. બાદમાં આ મામલે રાજયના મુખ્યમંત્રીએ બહુચર્ચીત આ પ્રકરણની તપાસ ભાવનગર રેન્જના આઇજી અમીતકેમાર વિશ્વકર્માને સોંપી હતી. આઇજીએ તપાસ બાદ માંડવી ગામના જ બે શંકાકાસ્પદ શખ્સોનો લાઇવ ડીટેકટર ટેસ્ટ કરાયા હતા.
આ મામલે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ, પાસ કન્વીનર સહિત અનેક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઇ સાત્વના આપી બનાવની યોગ્ય અને ન્યાયીક તપાસ સરકાર કરે તેવી તમામે એક સુર સાથે માંગ કરી હતી. પીડીત પરિવારે મહિલા સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરાય હોવાનો આરોપ મુકયો હતો.
ગારીયાધરઃ ગારીયાધાર તાલુકાના માંડવી ગામના ચકચારી મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા મામલે તપાસ ચલાવી રહેલા રેન્જ આઇજીએ માંડવી ગામના ત્રણ સગ્ગા ભાઇઓ સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મંગાતા કોર્ટે 6 સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. ગત 1 ડિસેમ્બર, 2016ના રોજ પટેલ મહીલા વાડીએથી ઘરે આવી રહી હતી ત્યારે કોઇ ઇસમે તેણીની ઉપર દુષ્કર્મ આચરી બોથડ પદાર્થનાં ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવે સમગ્ર રાજયમાં ભારે ચકચાર જગાવી હતી અને તેના ઘેરા પડઘા પડયા હતા.