✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'અમિત શાહના રૂપમાં રાવણ ફરી જન્મ્યો છે', શક્તિસિંહે શાહ અને રાવણ વચ્ચે ગણાવી કઈ સામ્યતાઓ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2017 09:53 AM (IST)
1

રાવણે સીતાના હરણ સમયે સોનાનુ મૃગ અને અમીત શાહે 26 કરોડ દેખાડ્યા જ્યારે ઋષિના અવતારમાં રાવણે ભગવા પહેર્યા હતા અને અમીત શાહે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એટલે જ રાવણનો પુન:જન્મ અમીત શાહ ચોક્કસ માની શકાય. તેમણે ભાજપની કુટનીતિ પ્રત્યે આકરા પ્રહારો કર્યા હતા.

2

અમદાવાદઃ ચૂંટણી અવનવા ખેલ કરાવી રહી છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને. ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે અમીત શાહને આડે હાથ લેતા ભાવનગર ખાતે ધારાસભ્યોના સન્માન સાથે યોજાયેલા વિજય વિશ્વાસ શંખનાદ સંમેલનમાં જણાવ્યું હતું કે, રામાયણમાં રાવણની જે ડિઝાઈન હતી તે અમિત શાહને લાગુ પડે છે.

3

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને જીતાડનાર ગુજરાતના કોંગી ધારાસભ્યોના ભાવનગર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સ્થાનિક સમસ્યા મુદ્દે પણ વાત કરી હતી. તેમણે મિલેટ્રી સોસાયટીના પ્લોટ ટ્રાન્સફર, આલ્કોક એશડાઉનના કર્મચારીઓના હક્ક, ભાંગતુ જતુ અલંગ, ભાવનગરથી વડોદરાનો બિસ્માર માર્ગ, ઘોઘા દહેજ ફેરી સર્વિસની મુદત પે મુદત અને કાળિયાબીડની કાયદેસરતા માટે માત્ર વાયદા અને પ્લીન્થની દસ્તાવેજમાં ખોટી રીતે રૂપિયા ચુકવવા જેવા મુદ્દે ચર્ચા કરી હરતી.

4

આજે એક મહતવના ઘટનાક્રમમાં દલિત, ઠાકોર, પાસના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. ખાસ કરીને પાટીદાર આંદોલનના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ક્ષેત્રે ચકચાર જાગી છે. કોંગ્રેસના વિજય વિશ્વાસ શંખનાદ સંમેલન દરમિયાન ભાજપના પૂર્વ મહામંત્રી અને કોળી સમાજના અગ્રણી એડવોકેટ કાંતિભાઇ ચૌહાણ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના લાભુભાઇ કાત્રોડીયા, કનુભાઇ ભગત, પાસના કન્વિનર નીતિન ઘેલાણી અને પાટીદાર યુવાનો, દલિત સેના, ઠાકોર સેના અને વડવા સહિત જુદા જુદા વિસ્તાર અને સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા.

5

આ પ્રસંગે મહિલા કોંગ્રેસે શક્તિસિંહને તલવાર ભેટ આપી હતી. ભાવનગર શહેર અને જિલ્લાભરમાંથી હજારો કોંગી આગેવાનો કાર્યકરો મહાસંમેલનમાં જોડાયા હતા. સંમેલન પૂર્વે ધારાસભ્યોનું નારી ચોકડીથી ચિત્રા સુધી વિશાળ સ્કૂટર રેલી સાથે સ્વાગત કર્યુઁ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, અહેમદભાઇને જીતાડનાર તમામ 43 ધારાસભ્યો ભાવનગર ખાતે આવવાના હતા પરંતુ માત્ર 15 થી 16 ધારાસભ્યો જ સંમેલનમાં આવ્યા હતા.

6

છેલ્લા કેટલાક દિવસોથી દલિત અને ઠકોર સમાજ તેમજ પાટીદાર આંદોલનના હોદ્દેદારો ભાવનગરના સંમેલન વેળાએ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાય તેવી અટકળો થતી હતી જે આખરે આજે સંમેલન વેળાએ સાચી પડી હતી.

  • હોમ
  • ભાવનગર
  • 'અમિત શાહના રૂપમાં રાવણ ફરી જન્મ્યો છે', શક્તિસિંહે શાહ અને રાવણ વચ્ચે ગણાવી કઈ સામ્યતાઓ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.