કોંગ્રેસના મહિલા અગ્રણીની યુવાન પુત્રીએ સાતમા માળેથી કૂદીને કર્યો આપઘાત, જાણો વિગત
ફોરમ ત્રિવેદીને તાત્કાલીક સારવાર માટે સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પણ ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ અંગે પોલીસે લાશને પી.એમ માટે મોકલાવી વધુ તપાસ હાથ ધરી છે. આ આઘાતજનક પગલા પાછળ શું કારણ જવાબદાર હોઈ શકે તેની ચર્ચા અત્યારે ચાલી રહી છે.
માત્ર 23 વર્ષનાં ફોરમ ત્રિવેદી ભાવનગર મહાનગરપાલિકાના સ્વીમિંગ પૂલ ખાતે કોચ તરીકે ફરજ બજાવતાં હતાં. ફોરમ ત્રિવેદીએ અતાનક જ કેમ આપઘાત કરી લીધો તે સમગ્ર ભાવનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવની જાણ થતાં બ્રહમ સમાજના આગેવાનો અને કોંગ્રેસના અગ્રણીઓ સર.ટી.હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.
ભાવનગર:ભાવનગરનાં ભૂતપૂર્વ મેયર અને કોંગ્રસનાં મહિલા અગ્રણી પારુલબેન ત્રિવેદીની 23 વર્ષની પુત્રી ફોરમે શનિવારે મોડી સાંજે એ.ડીવીજન પોલીસ મથકની સામે આવેલા બિલ્ડીંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. આજે સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના એ.ડીવીજન પોલીસ મથકની સામે આવેલા સરકારી કવાર્ટરમાં રહેતા ભાવનગરના ભૂતપૂર્વ મેયર,કોંગ્રેસનાં કોર્પોરેટર અને બ્રહમસમાજનામ અગ્રણી પારુલબેન ત્રિવેદીની પુત્રી કિરીટભાઇ ત્રિવેદી(ઉ.વ.23)એ ડોકટર કવાટર્સનાં સાતમા માળેથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો.