મોરારીબાપુએ કેજરીવાલની પાર્ટીના નેતાઓને કહ્યું, મૈં 'આપ' કા સ્વાગત ઔર સન્માન કરતા હૂં
આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા આ ટીપ્પણી બદલ બાપુનો આ આશીર્વાદ બદલ આભાર માનવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવકતા હર્ષિલ નાયક જણાવ્યું હતું કે, સંતશ્રી મોરારિબાપુ દ્વારા ગુજરાતમાં સ્વાગત માટે આપવામાં આવેલા આ આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મહુવા પાસેના વાઘનગર ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાં 'આપ'ની દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલ રાય અને ગુજરાતના અગ્રણી ડો. કનુભાઇ કલસરીયાની ઉપસ્થિતિમાં મોરારિબાપુએ હિંદીમાં બે વાર કહ્યું હતું કે, 'હું આપનું સન્માન કરું છુ અને સ્વાગત કરું છું'.
આ કાર્યક્રમને સંબોધન કરતા મોરારિબાપુએ આપના અગ્રણીઓ તરફ જોઇને બે વખત 'આપ' કા સ્વાગત અને સન્માન કરતા હું તેમ કહ્યું હતું. જેને લોકોએ તાળીઓ અને હાસ્ય સાથે વધાવી લીધું હતું. બાપુએ એમ પણ કહ્યું હતું કે, હિન્દી ભાષામાં તો એમ પણ વિવેકથી બોલવામાં આવે છે કે, 'આપ કા સ્વાગત હૈ'.
અમદાવાદઃ જાણીતા કથાકાર અને ગુજરાતમાં ભારે પ્રભાવ ધરાવતા મોરારિબાપુએ ભાવનગર પાસે યોજાયેલા સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (આપ)ના અગ્રણીઓને તેમની લાક્ષણિક અદામાં આશીર્વાદ આપ્યા હતા. મોરારી બાપુએ રાજકીય ટીપ્પણી નહોતી કરી પણ હળવી રીતે 'આપ'ના નેતાઓને આવકાર્યા હતા.
વાઘનગર ખાતે પચ્ચીસમા સમસ્ત જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય મોરારી બાપુ સાથે દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય મુખ્ય અતિથિ તરીકે અને ડો.કનુભાઈ કલસરિયા અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.