ભાવનગરઃ કંકુ પગલાં કરવા સાસરીમાં ગયેલી યુવતી સાથે રાત્રે કોણે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ? ભાવિ સાસુ-નણંદોએ શું કર્યું? જાણો
યુવતી પર તેના ભાવિ ભરથારે તેણીની ઇચ્છા વિરૂધ્ધ દૂષ્કર્મ આચર્યું તેનાથી આઘાત પામેલી યુવતીએ આ અંગે સવારે તેની સાસુ શાંતુબેન તથા નણદો નયનાબેન, અનસુયાબેનને ફરિયાદ કરી હતી. આ ત્રણેય મહિલાઓએ યુવતીની વાત સાંભળવાના બદલે તેને ગાળો આપી હતી અને ચૂપ રહેવા કહ્યું હતું.
મોડી રાત્રે યુવતી સૂતી હતી ત્યારે તેનો મંગેતર તેની પથારીમાં આવી ગયો હતો. તેણે યુવતીનાં અંગો સાથે છેડછાડ કરી હતી. યુતીએ તેને રોકવાની કોશિશ કરી પણ તેના માથે હવસ સવાર થઈ હતી તેથી તેણે યુવતીના ઈન્કારને અવગણીને ગંદી હરકતો ચાલુ રાખી હતી ને પછી તેની ઈચ્છા વિરૂધ્ધ સેક્સ માણ્યું હતું.
મળતી વિગતો મુજબ મહુવા તાલુકાનાં દુધેરી ગામે રહેતાં જનક વજુભાઇ ક્રિષ્ણાકરની સગાઇ ગીર સોમનાથ જિલ્લાની યુવતી સાથે થઇ હતી. સગાઇ બાદ સામાજિક રિવાજ પ્રમાણે યુવતીને કુંકુ પગલાં કરવા ગઈ કાલે સાસરે બોલાવાઈ હતી. યુવતી ઘણા અરમાનો સાથે સાસરીમાં આવી હતી પણ રાત્રે તેણે ધારી નહોતી તેવી ઘટના બની ગઈ હતી.
ભાવનગરઃ ભાવનગરમાં યુવક સાથે સગાઈ થઈ એ પછી સાસરીમાં કુંકુ પગલા કરવા આવેલી યુવતી પર તેના મંગેતરે જ બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. યુવતીએ ઈન્કોર કર્યો હોવા છતાં તેના મંગેતરે પરાણે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી સેક્સ માણ્યું હતું. આ અંગે યુવતીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
યુવતીએ સાસુને તેના દીકરાને ઠપકો આપવા કહેતાં ત્રણેયે યુવતીને ધમકાવી ઢીંકાપાટુનો માર માર્યો હતો. તેમણે આ વાત કોઇને કરવી નહિં અન્યથા જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે યુવતીએ મહુવા પોલીસમાં ફરીયાદ નોંધાતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.