ભાવનગરઃ યુવતીના નિમંત્રણથી એકાંત માણવા ડોક્ટર પાલીતાણા ગયા, યુવતીએ બંનેનાં કપડાં કાઢી નાખ્યાં ને......
પોલીસે તેની પૂછપરછ કરતાં તેમણે અન્ય સાગરિત ભગવાન નાકાભાઈ આલ તથા પૂજા ઉર્ફે પ્રીતિ સાથે મળીને સણોસરના તબીબ કાનજી ડુંગરાણીને પ્રીતિની જાળમાં ફસાવી નગ્ન હાલતમાં ફોટા અને વીડિયો દ્વારા બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી.
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે રહેતાં એક ડોક્ટર પાલીતાણાની એક યુવતીના નિમંત્રણથી તેની સાથે સેક્સ માણવા માટે પાલીતાણા ગયા હતા. યુવતી ડોક્ટરને પોતાની બહેનપણીના ઘરે લઈ ગઈ ને ત્યાં ડોક્ટરને આખી જીંદગી યાદ રહી જાય તેનો અનુભવ થઈ ગયો.
એ પછી તેમણે સમાજમાં બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મામલાની પતાવટ માટે તેમણે રૂપિયા 20 લાખની માંણી કરી હતી. ડોક્ટરે પોતાની બદનામી રોકવા માટે રૂપિયા 11.50 લાખ રૂપીયામાં સોદો નક્કી કર્યો હતો.
ડોક્ટર અને યુવતી સાવ નગ્નાવસ્થામાં આવી ગયાં. યુવતીએ દરવાજો અડધો ખુલ્લો રાખ્યો હતો. ડોક્ટરે યુવતી સાથે રંગરેલિયાં મનાવવાની શરૂઆત કરી એ સાથે બે શખ્સો અંદર ધસી આવ્યા. તેમણે પૂજા તથા ડોક્ટરનો નગ્ન હાલતમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ જોઈને સેક્સ માણવા ગયેલા ડોક્ટરના હોશ ઉડી ગયા હતા.
બહેનપણીના ઘરે બંને વચ્ચે વાતચીત થઈ પછી યુવતીએ સામેથી ડોક્ટર સાથે સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાની શારીરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી યુવતીએ ડોક્ટરને પલંગ પર બેસાડી દીધા અને તેમનાં તમામ વસ્ત્રો કાઢી નગ્ન કરી દીધા. એ પછી તેણે પોતાના તમામ વસ્ત્રો કાઢી નાખ્યા હતા.
આ ઘટનાની વિગત એની છે કે, સણોસરા ખાતે રહેતા ડુંગરાણી હોસ્પિટલના ડો. કાનજી તળશી ડુંગરાણીનો વોટસએપના માધ્યમથી પ્રીતી ઉર્ફે પૂજા નામની યુવતીએ સંપર્ક કર્યો હતો. ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે અંગત કહેવાય તેવી વાતો થવા લાગી હતી.
ડોક્ટરે પૂજાને મળીને એકાંત માણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડી અનાકાની બાદ પૂજા તૈયાર થઈ અને 4 ફેબ્રુઆરીના રોજ ડોક્ટરને પાલીતાણા આવવા કહ્યું હતું. ડોક્ટર પૂજા સાથે જલસો કરવાનાં સપનાં જોતા પાલીતાણા ગયા. યુવતી પૂજા તેમને એક બહેનપણીના ઘરે લઇ ગઇ હતી.
પોલીસે ફરિયાદ નોંધી કેસની ગંભીરતા દાખવીને 8 ફેબ્રુઆરીના રોજ સોનગઢ-પાલીતાણા રોડ પર બ્લેકમેલ કરતી ત્રિપુટીને બોલાવી હતી. નક્કી થયા મુજબ ત્રિપુટી પૈકીના એક રઘા નાનુભાઈ રૂપિયા 11.50 લાખની રકમ ડોક્ટર પાસેથી લેવા જતાં હતા ત્યારે જ પોલીસે રંગે હાથ ઝડપી લીધી હતા.
આ બનાવ બાદ ડોક્ટર પાલીતાણાથી ઘરે સણોસરા પહોંચ્યા. તેમણે પોતાની પત્ની તથા સાળાને હકીકત જણાવી હતી. પત્ની અને સાળાએ તેમને હિંમત આપી ધરપત રાખવાનું કહી આ બ્લેકમેઈલિંગને તાબે થવાના બદલે તેમનાં કરતુતને બહાર લાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો.