‘બજેટમાં અમે જ મળ્યા’, મોરારી બાપુએ નરેન્દ્ર મોદી પર કેમ કર્યો આવો કટાક્ષ? જાણો વિગત
બજેટનાં નિષ્ણાંતો એમ કહે છે, ઉપરવાળાનેય ફાયદો છે નીચે વાળાનેય ફાયદો છે. મધ્યમવાળાને કષ્ટ એવું આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ. એમાં પહેલો નંબર અમારો આવ્યો. બાપ, જેવ હોય તે. હું તો વિનોદ કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યાં સુધી આ બધી ચર્ચા ચાલે ત્યાં સુધી. કંઈક નિર્ણય આવશે. એટલે એક લાખ રૂપિયે અટક્યું છે. બજેટમાં કોઈ ના મળ્યા અમે જ મળ્યાં. કારણ કે અમે વામમાર્ગી નથી કે દક્ષિણ માર્ગી નથી. મધ્યમમાર્ગી છીએ.
સરકારને જ્યારે ખાડા પડેને ત્યારે આવું ખોદે. એટલે ઘણાં ફોન આવે છે કે બાપુ આસ્થા પર લાઈવ કથા કેમ બંધ થઈ ગઈ? આખી દુનિયાને કહેવા માંગુ છું કે લાઈવ નથી પણ અડધા કલાક પછી એ જ બતાડે છે. અહીં સાડા નવે ચાલુ થઈ જાય છે અને તમારે જોવાનું દસ વાગે થાય છે.
170 દેશોમાં લાઈવ કથા સંભળાઈ રહી છે. અડધા કલાકને અંતે આસ્થાવાળાને સરકારે હમણાં એવું કીધું કે લાઈવ ટેલિકાસ્ટ દેખાડવા માટે એક કલાકના એક લાખ રૂપિયા આપવા પડશે. આવા નિયમ વાતચીતો ચાલે છે.
આવી પણ વિગતો કેટલાંક સેવકો પાસેથી જાણવા મળી રહી છે. રામાયણી કથાકારના નિવદનોને સીધી રીતે તેમ જુઓ તો સરકાર સામે નારાજગી પણ કહી શકાય તેમ છે.
મોટભાગે કોંગ્રેસ સરકારને આડેહાથ લેનાર બાપૂએ પહેલી વખત કટાક્ષમાં મોદી સરકારને પોતાના નિશાને લીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાંય સમયથી આસ્થા ચેનલ લાઈવ બંધ થઈ છે. ચેનલ પર લાઈવ ચાલુ છે પણ જીવંત પ્રસાર થતું નથી 30 મિનિટ પાછળ લાઈ આવે છે.
એમાં પાછું બજેટ આવ્યું એમાં ઉપરવાળાને વાંધો નથી આવ્યો અને સાવ નીચેવાળઆને વાંધો નથી આવ્યો. વચ્ચે વાળાને કષ્ટ છે અને પહેલા નંબર અમારો આવ્યો.
સાવરકુંડલા: સાવરકુંડલા ખાતે હોસ્પિટલના લાભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું હતું કે, હવે લાઈવ બતાવવું હોય તો પણ સરકારને એક લાખ રૂપિયા ટેક્સ આપવો પડે છે. આવું કહીને મોરારીબાપુએ મોદી સરકારની આ પોલીસી પર કટાક્ષ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -