ભાવનગરઃ ધનિક બિઝનેસમેનને સંતાનની ટ્યુશન ટીચર સાથે બંધાયા સેક્સ સંબંધ, પત્નિને જાણ થતાં શું થયું?
જસ્ટિસ પારડીવાલાએ એવી પણ કોમેન્ટ કરી હતી કે, દંપતિમાંથી કોઈ એક સાથીનો વ્યભિચાર તમારા સંબંધોના પાયાના હચમચાવી નાખે છે. આ પ્રકારનો વ્યભિચાર થાય ત્યારે બેમાંથી જે પાર્ટનર સંબંધમાં વફાદાર હોય તેના માટે આ સ્થિતિ ખૂબ જ માનસિક સંતાપ અને લાગણીની રીતે દુઃખમય બની જાય છે.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપતિ દ્વારા ઘરેલુ હિંસાના કેસ પડતો મૂકવામાં આવે તેવા મતલબની અપીલને રદ કરતાં જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું કે 'આજકાલ લગ્નેત્તર સંબંધોના અનેક કિસ્સા જોવા મળે છે. ભલે અફેર કરવું શરૂઆતમાં રોમાંચક લાગતું હોય પરંતુ તેનાથી ઘણા નુકસાન થાય છે.
આ કારણે પત્ની સાથે વિવાદ થતાં પત્ની અને બાળકો યુવકને છોડીને ચાલ્યા ગયા હતા. છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટ રૂપિયા 65,000 ભરણપોષણ પેટે દર મહિને આપવાનો ચુકાદો આપ્યો હતો. પત્નીએ ત્યારબાદ ઘરેલુ હિંસાનો પણ કેસ પતિ વિરુદ્ઘ દાખલ કર્યો હતો. જે નીચલી કોર્ટમાંથી થઈને હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
હાઇકોર્ટમાં પહોંચેલો પતિ, પત્ની ઓર વોનો આ કેસ ભાવનગરના ખૂબ જાણીતા અને સમૃદ્ઘ પરિવારનો કેસ છે. કેસની વિગત મુજબ પતિને પોતાના બાળકના ટ્યુશન ટીચર પ્રત્યે આકર્ષણ થયું અને બંનેના સંબંધો સામાજીક મર્યાદાથી આગળ વધી ગયા. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
આ સાથે હાઈકોર્ટે યુવતીએ તેના પતિ અને સાસરીયા વિરુદ્ઘ કરવામાં આવેલી ડોમેસ્ટિક વાયોલન્સ એકટના કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે પત્ની સાથે હિંસાનો મામલો પતિના લગ્નેત્તર સંબંધો અને બેવફાઈના કારણે છે જેથી કોર્ટે પતિ વિરુદ્ઘ લગાવામાં આવેલ ઘરેલુ હિંસાના આરોપની કલમ દૂર કરી ના શકાય.
ગુજરાત હાઈકોર્ટે એક ખૂબ જ મહત્વના ચૂકાદામાં સોમવારે પોતાનું નિરીક્ષણ આપતા કહ્યું કે 'આજકાલ લગ્નેત્તર સંબંધો ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. તેના કારણે પત્નીઓ પર ઘરેલુ હિંસા ગુજારવાના કેસ વધી રહ્યા છે. ભલે અફેર કરવું શરૂઆતમાં રોમાંચક લાગતું હોય પરંતુ તેનાથી ઘણા નુકસાન થાય છે.'
અમદાવાદઃ ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના યુવકને પોતાના પુત્રની ટ્યુશન ટીચર સાથે આંખ મળી ગઈ અને બંને વચ્ચે સેક્સ સંબંધ બંધાયા એ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. યુવકની પત્નિએ પતિ સામે કરેલી ઘરેલુ હિંસાની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે અને સાથે સાથે મહત્વનાં નીરિક્ષણ કર્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -