ભાવનગર-સુરત વચ્ચે ડેઇલી ફ્લાઇટ, જાણો ક્યારે ભરશે પ્રથમ ઉડાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2018 10:21 AM (IST)
1
ભાવનગર અને સુરતના લોકો હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેને કારણે આ જિલ્લાઓ વચ્ચે મોટી સંખ્યામાં લોકો આવન-જાવન કરતા હોય છે. આ સેવા શરૂ થતાં મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે. આ સેવાથી દક્ષિણ ગુજરાત અને મુંબઇ સાથે ભાવનગરનો વ્યાપારીક સંબંધ વધુ સરળતા સાથે ગાઢ બનશે.
2
ભાવનગરઃ ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઇની ડેઇલી ફ્લાઇટનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. ભાવનગરથી સુરત ફ્લાઇટનો પ્રારંભ 15 જાન્યુઆરી અને ભાવનગર મુંબઇ ફ્લાઇટનો 28 જાન્યુઆરીથી પ્રારંભ થશે. ભાવનગરથી અમદાવાદ તથા સુરત સુધી ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવતી હતી.
3
દરમિયાન સંસદના સત્ર દરમિયાન ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે નાગરિક ઉડ્ડયન મંત્રીને આ મુદ્દે રજૂઆત કરતા ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.