દેશ-વિદેશની પવિત્ર નદીઓમાં સ્વામી બાપાના અસ્થિનું કરાશે વિસર્જન, બનશે સ્મૃતિ મંદિર
સાળંગપુરઃ બુધવારે પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વરીષ્ઠ સંતોના કહેવા પ્રમાણે, મંદિરમાં ધાતુના પાત્રમાં સ્વામી બાપાના અસ્થિ સાચવવામાં આવશે. સંતો-હરિભક્તો સલાકાને સ્પર્શ કરી બાપાના આશીર્વાદ મેળવી શકશે. ગઢડાની ઘેલા અને અમદાવાદની સાબરમતી સહિતની નદીઓમાં અસ્થિ પધરાવાશે.
મંદિરનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં બાપાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ સંતો અને હરિભકતો દ્વારા કરવામાં આવશે. અગાઉ યોગીજી મહારાજના અસ્થિનુ વિસર્જન પણ આફ્રિકાની એેમેઝોન નદી, લંડનની થેમ્સ નદી, ભારતની ગંગા-યમુના અને કાવેરી નદીમાં કરવામાં આવ્યુ હતુ. સાળંગપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસમાં બાપાની સ્મૃતિ સ્વરૂપે તેમની પ્રતિમા જયાં ઉભી કરાશે ત્યાં જ તેમના અંશને પણ સાચવી રાખવામાં આવશે.
સંતો અને હરિભક્તોને આજીવન બાપાના આશીર્વાદ અને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજના અંશને કાયમી સાળંગપુર મંદિરમાં રખાશે. જ્યાં બાપાની અંત્યેષ્ટિ વિધિ કરાઈ તે સ્થળે હવે બાપાની સ્મૃતિમંદિર બનાવાશે. જ્યારે તેમના અસ્થિઓનું ગઢડાની ઘેલા, અમદાવાદની સાબરમતી સહિતની દેશ-વિદેશની નદીઓમાં વિસર્જન કરાશે.