સ્વામી બાપાની અંતિમવીધીમાં હિબકે ચડયા હરિભક્તો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2016 07:51 AM (IST)
1
2
3
સાળંગપુરઃ સ્વામી બાપાની બુધવારે સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર ભક્તો સહિત દેશ-વિદેશમાં વસતા લાખો ભક્તો હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. મંગલાચરણથી માંડી મુખાગ્નિ આપવા સુધીની બે કલાકની વૈદિક શાસ્ત્રોક્ત વિધિ દરમિયાન હરિભક્તોની આંખમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં. સંખ્યાબંધ હરિભક્તો બેભાન થયા હતા. તેમને તાત્કાલિક તબીબી સારવાર અર્થે લઈ જવાયા હતા.
4
5
6
7
એકબીજાને હિંમત આપી રહેલા હરિભક્તોને સંતો પણ ‘બાપા આપણી વચ્ચે હંમેશા હતા અને રહેશે જ’ તેમ કહી સાંત્વના અને પ્રેરક બળ પૂરું પાડી રહ્યા હતા.બાપાની વેદિકાના સ્થળે હજારો ભાવિકોએ દંડવત્ કર્યા હતા.