ભાવનગર: 5 દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલા કોળી સમાજના ક્યા અગ્રણી ફરી ભાજપમાં જોડાયા, જાણો વિગતે
તેમના ઉપર નાના-મોટા અનેક પ્રકારના આક્ષેપો થયા પરંતુ તેમણે પોતાની રીતે પોતાની સમાજ સેવા ચાલુ રાખી છે અને અંતે તેઓ ભાજપમાં જોડાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે નોંધનીય છેકે રાજુ સોલંકીની સામાજીક પ્રવૃત્તિ છેલ્લા વર્ષોમાં વધુને વધુ વ્યાપક બનતી રહી છે. તેઓ વિર માંધાતા કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ હિન્દુ હિતરક્ષક સમિતિની પ્રવૃત્તિ પણ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે.
પરંતુ સમાજની લાગણી એવી હતી કે કોઈપણ સંજોગોમાં પુરુષોત્તમભાઈ સોલંકી સામે લડવામાં ન આવે અને આના કારણે જ અમારે આખરે સમાજની લાગણીને કારણે ભારતીય જનતા પક્ષમાં જોડાવાની ફરજ પડી છે જે વાસ્તવમાં અમારી ઈચ્છા હતી અને હવે એ પ્રમાણે થયું છે.
જોકે હજી આ સ્પષ્ટતા ચર્ચામાં અને વિમર્શમાં હતી ત્યારે જ રાજુ સોલંકીએ પોતે ભાજપમાં જોડાઈ ગયા હોવાની જાહેરાત કરી હતી. રાજુ સોલંકીની અનેકવિધ પ્રવૃત્તિમાં તેની સાથે સતત જોડાયેલા રહેતા તેમના પુત્ર બ્રીજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે અમે જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે અમારે કોળી સમાજના અગ્રણી પુરુષોત્તમ સોલંકી સામે ચૂંટણી લડવાની થાય એવી સંભાવના થઈ હતી.
રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાતાની સાથે જ સમાજના લોકોએ તેઓ પુરૂષોત્તમ સોલંકી સામે ચૂંટણી લડશે તેવી ધારણાને લઈને રાજુભાઈ સોલંકીની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. આ સામે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરીને રાજુભાઈ સોલંકીએ એવી સ્પષ્ટતા પણ જાહેર કરી હતી કે પોતે ભલે કોંગ્રેસમાં જોડાયા હોય પરંતુ કોઈપણ સંજોગોમાં પુરષોત્તમ સોલંકી સામે લડશે નહીં.
ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગાંધીનગર અને ભાવનગર સંદર્ભે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે હજુ ચાર દિવસ પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયેલા ભાવનગરના કોળી સમાજના અગ્રણી રાજુ સોલંકીએ ભગવો ખેસ પહેરીને પક્ષનો અંગીકાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર કોળી સમાજના એક મજબૂત નેતાની પસંદગી કરીને પોતાનામાં ખેંચી લઇને બાજી મારી લીધી હોય તેવો માહોલ સર્જાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -