પ્રમુખ સ્વામીને મહંત સ્વામીએ આપી મુખાગ્નિ, બાપા થયા પંચમહાભૂતોમાં વિલીન
સાળંગપુરઃ પ્રમુખ સ્વામીના નશ્વરદેહને મહંત સ્વામીએ અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પ્રમુખ સ્વામીની આરતી ઉતારાઇ હતી. ઉપસ્થિત ભક્તો-સંતોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ અગાઉ સ્વામી બાપાના નશ્વર દેહને ગુરુ મંડપમાંથી તેમના નિવાસસ્થાનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વરીષ્ઠ સંતોની હાજરીમાં સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. અને સાળંગપુર ધામ ખાતે બાપાનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે બપોરે 11 વાગ્યે પાલખી યાત્રા નીકળવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે. બાપાની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરાશે.
સવારથી જ સાળંગપુર સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર જોવા માટે લાખો લોકો પહોંચી ગયા છે. બીએપીએસ સંસ્થાના પ્રવક્તા અક્ષર વત્સલ સ્વામીએ આ વિશે વધુમાં જણાવ્યું કે, તેમની અંતિમક્રિયા સંપૂર્ણ વૈદિક પરંપરા મુજબ થશે. સંતો દ્વારા શ્લોક પાઠ કરવાની સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે ત્યારબાદ તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -