ભાવનગર: રાજપૂત સમાજે કરી શું કરી માગણી, જીતુ વાઘાણી અંગે શું કહ્યું, જાણો વિગતે
સમાધાન નહીં થતાં બાવળા તાલુકાના ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે અમદાવાદ જિલ્લા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું.
જીતુ વાઘાણી સામે ભાવનગરના બુધેલ ગામની 20થી 25 કરોડના મૂલ્યની ગૌચરની જમીન પડાવી લેવા માટે ગામના સરપંચ દાનસિંહ મોરી પર દબાણ કરવાનો આક્ષેપ છે. બાવળાસંમેલનમાં રાજપૂત અગ્રણીઓએ રાજ્યની 35 જેટલી સીટો પર વર્ચસ્વનો દાવો કરતા જણાવ્યું હતું કે જીતુ વાઘાણી રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
ભાવનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ જીત વાઘાણી સામે રાજપૂત સમાજ રોષે ભરાયો છે. આશરે 25 કરોડ રૂપિયાની ગૌચરના મૂલ્યની જમીન પચાવી પાડવા માટે સરંપચ પર દબાણ લાવવાનો આક્ષેપ કરીને રાજપૂત સમાજે વાઘાણીના રાજીનામાની માગણી કરી હતી.
રવિવારે બાવળા તાલુકાના ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે ગુજરાતનું સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. રાજ્યમાં વિવિધ સ્થલે વાઘાણી વિરુદ્ધ રેલીઓ યોજીને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.