ભાવનગરમાં પાટીદારોની જનમેદની ઉમટી, જીતુ વાઘાણીના હોમગ્રાઉન્ડ પર હાર્દિક પટેલે શું કહ્યું? જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર જિલ્લો પછાત કરી નાખ્યો છે. રસ્તાના ઠેકાણા નથી, અપરાધ સીમામાં રહ્યો નથી. સૌ લોકોમાં રોષ છે. આવનારા દિવસોમાં લડાઈ જનતાના હિતમાં મજબૂત થશે.
હાર્દિકે ઘરે ઘરે અને ગામડે ગામડે ભાજપ માટે 144ની કલમ લગાડી ભાજપનાં પ્રચાર માટે કોઇએ આવવું નહીં તેવા બોર્ડ-બેનર લગાડવાની સુચના આપી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનાં મત વિસ્તારમાં જ વાઘાણી સામે આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે અનામતના આંદોલનના નેતાઓનાં ઘરે ગુંડાઓ મોકલી આંદોલનમાંથી હટી જવાની ધમકીઓ આપે છે.
ભાવનગર ખાતે અનામત અને ખેડૂત સમાજના દેવામાફીની માંગ સાથે હજારો લોકોનું શક્તિ પ્રદશન યોજ્યું હતું.
ભાવનગર : હું ગુજરાત આખામાં ફર્યો છું પણ ભાવનગર જીલ્લા જેવી કાયદો અને વ્યવસ્થાની આટલી ખરાબ પરિસ્થિતિ મેં ક્યાંય જોઇ નથી. આ ઉપરાંત તમામ મહાનગરો કરતાં ભાવનગરમાં સૌથી વધુ હાઉસ ટેક્સ લેવાય છે. તેમ ભાવનગર ખાતે વિજયરાનગરમાં પ્રગતિનગરનાં મેદાનમાં એક જાહેર સભાને સંકલ્પ સભાનું નામ આપી તેને સંબોધતા હાર્દીક પટેલે જણાવ્યું હતું.
પાટીદારોને અનામત આપતા નથી. સભા પૂર્વે હાર્દિક પટેલનો રોડ શો યોજાયો હતો. જે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાક સુધી ફર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -