પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી વિશે જાણો તમામ માહિતી
અમદાવાદઃ બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી શનિવારે ધામમાં ગયા હતા. પ્રમુખસ્વામીના અક્ષરનિવાસ બાદ બીએપીએસના છઠ્ઠા વડા તરીકે મહંતસ્વામીની વરણી કરવામાં આવી છે. મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી.છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. બીએપીએસનાં એક સ્વામીનાં જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે કેશવ જીવનદાસ સ્વામી એટલે કે મહંત સ્વામી જ તેમના ઉત્તરાધીકારી બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે વધુ માહિતી આપતાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે 20-7- 2012ના રોજ એક નિયુક્તિ પત્ર લખીને પોતાના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામીને અનુસરવાનું ભક્તોને જણાવ્યું હતું.
બાદમાં તેઓ આણંદ આવ્યા અને ત્યાં તેમણે કૃષિક્ષેત્રમાં આગળનો અભ્યાસ કર્યો. 1951-52માં તેઓ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 1957માં તેમણે પાર્ષદ દીક્ષા લીધી અને વિનુભગત બન્યા. બાદમાં 1961માં ગોંડલ ખાતે તેમને ભાગવતી દીક્ષા આપી સ્વામી કેશવજીવનદાસ નામ પાડ્યુ હતું. બાદમાં તેમને મુંબઇમાં દાદર મંદિરના મહંત બનાવવામાં આવ્યા અને ત્યારથી તેઓ મહંત સ્વામીના નામથી જાણીતા બન્યા હતા.
મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ જબલપુર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેમના પિતાનું નામ મનીભાઇ નારાયણભાઇ પટેલ અને માતાનું નામ દહીબેન હતું. મનીભાઇ આણંદથી વ્યવસાય અર્થે જબલપુર ગયા હતા. મહંત સ્વામીનું મૂળ નામ કેશવજીવનદાસ છે. મહંત સ્વામીએ જબલપુરમાં પ્રાયમરી અને સેકન્ડરી એજ્યુકેશન મેળવ્યું,
તેઓની એ આજ્ઞા અનુસાર મહંત સ્વામી (કેશવજીવનદાસ સ્વામી) બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજમાન થયા છે. તેઓ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય તરીકે પ્રમુખસ્વામી મહારાજે આદરેલા અનેક મહાન કાર્યોને આગળ ધપાવશે. આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે મહંત સ્વામી
- - - - - - - - - Advertisement - - - - - - - - -