હાર્દિકે ભાવનગરને ગણાવ્યું બિહારથી બદતર, ગણાવ્યા કોને જવાબદાર
રાજયમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઇ રહી હોવાનું અને પોલીસ શું કામગીરી કરી રહી છે તે પણ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા દોષિતોને છોડવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસની કોર કમિટીના સભ્ય વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયાએ ડીજીપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 1૯ દિવસ પછી પણ આરોપીઓ પકડી શકાયા નથી તેથી રેન્જ આઇજીને તપાસ સોંપવા માગણી કરવામાં આવે છે. એસપીજીના પ્રમુખ લાલજીભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજય પોલીસવડા અને ગૃહરાજય મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યાનું યાદ કરાવાયું હતું અને જો આરોપીઓ નહીં પકડાય તો રાજયમાં આંદોલન શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બનેલી ભાવનગરના માંડવીની ઘટના અંગે ઉગ્ર પ્રતિભાવ આપતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ભાવનગરના એસપી દિપાંકર ત્રિવેદીએ અગાઉ પાટીદાર યુવક કેયુર મોરડિયાને મારનારા આરોપીઓમાં પણ હજુ સુધી ન્યાય અપાવ્યો નથી તેથી તેમને સસ્પેન્ડ કરવા જોઇએ તેવી માગણી પાટીદાર અગ્રણીઓ દ્વારા શરૂ કરાશે. લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાથી કોઇ ઉકેલ નહીં આવે તેમ કહેતા વધુમાં જણાવ્યું હતું કે, એસપીના બદલે અન્ય કોઇ અધિકારીને તપાસ સોંપવામાં આવશે તો જ આરોપીઓ પકડાશે તેમ પણ જણાવ્યું હતું.
એસપીજી દ્વારા સરકારને આવેદન આપીને જો વહેલી તકે આરોપીઓ નહીં પકડાય તો આંદોલન કરાશે તેવી ચીમકી આપી હતી. બીજી તરફ પાસના કન્વીનર હાર્દિક પટેલે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાવનગરને બિહાર બનાવવામાં મોટો હાથ ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી અને એસપી દિપાંકર ત્રિવેદીનો છે.
અમદાવાદઃ ભાવનગરના માંડવમાં પાટીદાર મહિલા પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી તે સંદર્ભે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રાજ્યના પોલીસવડાને એક આવેદનપત્ર આપીને આ કેસની તપાસ રેન્જ આઈજી કક્ષાના અધિકારીને સોંપવા માટે માગણી કરવામાં આવી છે. જેના પ્રત્યુતરમાં પોલીસવડા પી.પી. પાંડેએ હકારાત્મક વલણ દાખવી હૈયાધારણ આપી હોવાનો દાવો પાસ દ્વારા કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -