માંડવી કાંડઃ પાસ અને એસપીજીએ સરકારને આપ્યું કેટલા કલાકનું અલ્ટીમેટમ? જાણો
માંડવીઃ ભાવનગરના માંડવી ગામમાં મહિલા પર બળાત્કાર કરાયા બાદ તેની હત્યા કરવા મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) અને સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)એ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો સાચા ગુનેગારોને ઝડપથી પકડવામાં નહીં આવે તો આગામી 48થી 72 કલાક બાદ રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે માંડવીના પીડિત પરિવારની મુલાકાતે ગયેલી પાસની ટીમ વતી પ્રવક્તા વરુણ પટેલે જણાવ્યું હતું કે, તંત્ર ઢાંકપીછોડો કરીને સાચા ગુનેગારને છાવરવાની નીતિ અખત્યાર કરશે તો 48 કલાક બાદ પાસ દ્વારા તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવા ઉપરાંત આશ્ચર્યજનક આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.
એસપીજીના પ્રમુખ લાલજી પટેલે માંડવીના પીડિત પરિવારની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, પોલીસમાં જે એક વ્યક્તિ હાજર થયો છે તે ડમી હોવાનું સૌનું કહેવું છે. મૃતક મહિલા પર સામૂહિક દુષ્કર્મ થયું છે. પોલીસ ખરા ગુનેગારોને છાવરી રહી છે. તેથી જો આગામી 72 કલાકમાં ખરા ગુનેગારો નહીં પકડાય તો ગાંધીનગર અને ભાવનગરમાં ઉગ્ર ધરણાં પ્રદર્શન દ્વારા આંદોલન કરવામાં આવશે.
પાસ અને એસપીજીના આગેવાનોએ માંડવી ગામના પીડિત પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. તેમજ આ કેસમાં થઈ રહેલી પોલીસ તપાસ પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરીને ન્યાય મેળવવા માટે આંદોલન કરવાની સરકાર સમક્ષ ચેતવણી ઉચ્ચારી હતી. પાસે 48 કલાક તો એસપીજીએ 72 કલાકમાં સાચા આરોપીને ઝડપી લેવાની મહોલત આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -