UC-19: ભારતની જીતમાં ભાવનગરનો આ ખેલાડી ઝળક્યો, જાણો કોણ છે તે
મૂળ ભાવનગરના રહેવાસી હાર્વિક દેસાઇએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી જેસન સાંઘા, વિલ સુંધરલેન્ડ, રેયાન હેડલીના વિકેટની પાછળ કેચ ઝડપ્યા હતા જ્યારે જે.હોલ્ટને રનઆઉટ કર્યો હતો. હાર્વિકનો 4,ઓક્ટોબર 1999માં ભાવનગરમાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરની સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો છે. તે ભરૂચા ક્રિકેટ ક્લબમાં નિયમિત ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. હાર્વિક અંડર-14 નેશનલ રમી ચૂક્યો છે. હાર્વિક દરરોજ આઠ કલાક પ્રેક્ટિસ કરે છે.
તેને ક્રિકેટ રમવાનું વારસામાં જ મળ્યું હતું. તેના પિતા મનીષ દેસાઇને પણ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો અને તેઓ હિલ્ડશીલ્ડ ક્રિકેટ રમી ચૂક્યા છે. હાર્વિકે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
ભાવનગરઃ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હાર આપી ચોથી વખત ચેમ્પિયન બન્યું હતું. ભારતની જીતમાં ભાવનગરના હાર્વિક દેસાઇએ અણનમ 47 રન કરવાની સાથે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. અંડર-19 ટીમમાં વિકેટકિપર બેટ્સમેન હાર્વિકે વિકેટની પાછળ ત્રણ કેચ અને એક ખેલાડીને રન આઉટ કર્યા હતા. હાર્વિકની રમતથી પ્રભાવિત થઇને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે તેને ભવિષ્યનો ધોની બની શકે છે તેવી વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -