ભારતમાં જ્યોર્જિયન એમ્બેસીએ જ્યોર્જિયાના શિક્ષણ, વિજ્ઞાન અને યુવા મંત્રાલય દ્વારા તબીબી શિક્ષણ પ્રણાલીને લગતા તાજેતરમાં કરવામાં આવેલાં સુધારાઓ વિશે ભારતીય વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે જાણ કરી હતી.
આ સાથે જ જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "મેડિકલ પ્રેક્ટિસ પર જ્યોર્જિયાના કાયદાની કલમ 14 અનુસાર, MD પ્રોગ્રામના સ્નાતકો (ભારતમાં MBBSની સમકક્ષ), જે જુનિયર ડૉક્ટર તરીકે ઓળખાય છે, તેઓ ડૉક્ટરની ફરજો નિભાવવા માટે અધિકૃત છે."
જ્યોર્જિયામાં શાળાઓ/યુનિવર્સિટીઓમાં મેડિકલ પ્રોગ્રામ્સ (MD) ને નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ ક્વોલિટી એન્હાન્સમેન્ટ દ્વારા માન્યતા/અધિકૃત કરવામાં આવે છે, જે વર્લ્ડ ફેડરેશન ઑફ મેડિકલ એજ્યુકેશન (WFME) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે.
આ આંતરરાષ્ટ્રીય માન્યતા એ સુનિશ્ચિત કરે છે કે, જ્યોર્જિયામાં જારી કરાયેલા તમામ MD (Doctor of Medicine) ડિગ્રી વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત છે, જેને પરિણામે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.
આ ક્વોલિફિકેશન, ભારત યુકેમાં MBBS લાયકાતની સંપૂર્ણ સમકક્ષ છે.
વધુમાં, જો પ્રમાણિત ડૉક્ટર ઉપલબ્ધ ન હોય, તો જુનિયર ડૉક્ટર સ્વતંત્ર રીતે ઇમેરજેન્સીની તબીબી સંભાળ પણ આપી શકે છે.
જ્યોર્જિયામાં વિદ્યાર્થીને પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન અને લાઇસન્સ મળે છે. આ તમામ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે, જ્યોર્જિયામાં તબીબી શિક્ષણ NMC ના નવા નિયમોનું પૂર્ણપણેપાલનકરેછે.