Budget 2021: દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, બજેટમાં લદાયો ક્યો ટેક્સ કે થઈ જશે સીધા ડબલ ભાવ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 02:53 PM (IST)
Union Budget 2021: બજેટ દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. બજેટમાં આલ્કોહોલિક બેવરેજ પર 100 ટકા એગ્રી ઈન્ફ્રા સેસની જોગવાઈ કરી છે.
નવી દિલ્લીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી. પરંતુ તેમાં કરવામાં આવેલી જાહેરાતથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર થઈ શકે છે. બજેટમાં કોટન અને રો સિલ્ક પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત નાણા મંત્રીએ કરી હતી. સરકારે બજેટમાં પેટ્રોલ પર 2.50 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર એગ્રી ઈન્ફ્રા સેસ લગાવ્યો છે. બજેટ દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. બજેટમાં આલ્કોહોલિક બેવરેજ પર 100 ટકા એગ્રી ઈન્ફ્રા સેસની જોગવાઈ કરી છે. જેના કારણે આલ્કોહોલિક બેવરેજિસના ભાવ ડબલ થઈ શકે છે. આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા એગ્રી સેસ નાંખવાની પણ જાહેરાત થઈ હતી. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આ છે.