Budget 2021: મોદી સરકારના બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગ અંગે શું કરાઈ મોટી જાહેરાત ? આવકવેરામાં શું મળશે લાભ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 12:58 PM (IST)
Union Budget 2021: નિર્મલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની 1.50 લાખ રૂપિયાની રકમને આવકવેરામાંથી બાદ આપવો નિર્ણય લીધો હતો.
નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં હોમ લોનના વ્યાજ પર મળતી રાહત અંગે મોટી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની 1.50 લાખ રૂપિયાની રકમને આવકવેરામાંથી બાદ આપવો નિર્ણય લીધો હતો. બે લાખ રૂપિયા સૂધીના હોમ લોનના વ્યાજને મળતી મુક્તિ મર્યાદા સિવાય વધારાનો આ લાભ હતો. આ યોજનાનો લાભ 31 માર્ચ, 2021 સુધી લંબાવાયો છે. મતલબ કે, એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ વધારાનો 1.50 લાખ વધુ એક વર્ષ સુદી મળશે. Budget 2021: કઈ સરકારી કંપનીનો આવશે IPO, બજેટમાં શું થઈ મોટી જાહેરાત, જાણો વિગત અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પરમાં શું આપ્યું ? દીકરી વામિકા અંગે ફોટોગ્રાફર્સને શું કરી વિનંતી ?