અમદાવાદઃ અમદાવાદ સહિતનાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે અને પોલીસની કનડગત હોવાની ફરિયાદો પણ આવ્યા કરે છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત સામાન્ય પોલીસ અને હોમ ગાર્ડના જવાનો પણ વાહનો રોકીને દંડ ફટકારે છે અને લોકોને પરેશાન કરે છે એવી ફરિયાદો આવ્યા જ કરે છે.
આ ફરિયાદ સામે લોકો બોલતાં નથી પણ વાસ્તવમાં વાહન ચલાવનારને પોલીસ કે હોમ ગાર્ડ રોકી ના શકે. ઘણા કિસ્સામાં પોલીસ ચાલુ કારમાંથી ચાવી ખેંચીને વાહન બંધ કરી શકે છે પણ કાયદા પ્રમાણે પોલીસ ચાલતી ગાડીથી ચાવી ખેંચીને તમને રોકી ના શકે. આ ઉપરાંત સામેથી આવતા વાહનને રોકવા માટે ચાલતા વાહન ચાલકનો હાથ પણ ના પકડી શકે કે ફોર વ્હિલર વાહનની સામે અચાનક બેરીકેડ્સ ન લગાવી શકે. કોઈ રસ્તા પર ખેંચીને કે દબાણ કરીને રોકે તો વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી શકો એવું કાયદો કહે છે. પોલીસ સામાન્ય સ્થિતિમાં આવું ન કરી શકે એ જોતાં કોઈની સાથે આવું વર્તન થાય તો એ ગેરકાયદેસર છે.
ટ્રાફિક પોલીસ વાહનની ચાવી ખેંચી શકે કે રોકવા માટે બેરીકેડ્સ લગાવી શકે ? જાણો શું કહે છે કાયદો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2021 10:14 AM (IST)
ટ્રાફિક પોલીસ ઉપરાંત સામાન્ય પોલીસ અને હોમ ગાર્ડના જવાનો પણ વાહનો રોકીને દંડ ફટકારે છે અને લોકોને પરેશાન કરે છે એવી ફરિયાદો આવ્યા જ કરે છે.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -