નવી દિલ્હીઃ  કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં નાણાકીય વર્ષ 2021 22નું બજેટ રજુ કરશે. બજેટ સ્પીચ બાદ બજેટની કોપી રાજ્યસભામાં રાખવામાં આવશે. સીતારમણ નાણા મંત્રાલય પહોંચી ગયા છે.


શું છે ખાસ વાત

આ વખતે બજેટમાં એક ખાસ વાત રહેશે. કોરોના કાળમાં રજૂ થઈ રહેલા બજેટ પેપરલેસ રહેશે. સાંસદોને બજેટની પીડીએફ કોપી આપવામાં આવશે.



બજેટમાં વ્યાપક રૂપે રોજગાર વધારવા,ગ્રામીણ વિકાસ પર ખર્ચ વધારવા, વિકાસ યોજનાઓ માટે વધુ જોગવાઈની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ વખતે બજેટમાં દેશના તમામ લોકોને સરકાર વિનામૂલ્યે કોરોના રસી આપવાની જાહેરાત કરી શકે છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને ફ્રી વેક્સિનને લઈ સંકેત આપ્યા છે. આ બાબતે આજે રજૂ થનારા કેંદ્રીય બજેટમાં નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, દેશમાં બે તબક્કાની વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં 50 વર્ષથી મોટી ઉમરના અને 50 વર્ષથી નાની ઉમરના લોકોનું વેક્સિનેશન શરૂ થવાનું છે.

IND v ENG: ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં કઈ જગ્યાએ રમશે ટેસ્ટ, વન ડે અને ટી-20, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

કપિલ શર્મા બીજી વખત બન્યો બાપ, પત્નીએ આપ્યો પુત્રને જન્મ

રાશિફળ 1 ફેબ્રુઆરીઃ  કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ