Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સ્પીચમાં કાર, મોબાઈલ અને ટીવી જેવી અનેક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રીએ કેન્સરની સારવારમાં વપરાતી 36 જીવનરક્ષક દવાઓ પરની મૂળભૂત ડ્યુટી ઘટાડી દીધી છે. તેનાથી આ દવાઓના ભાવમાં ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે.
આ ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
નાણામંત્રીએ કોબાલ્ટ પાવડર અને લિથિયમ આયન બેટરી વેસ્ટ, સ્ક્રેપ અને અન્ય 12 ખનિજો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી પર સંપૂર્ણ મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને રોજગારી પણ વધશે.
આ ઉત્પાદનો સસ્તા બન્યા
ટીવીમોબાઈલઈલેક્ટ્રીક કારઈવી બેટરીકેન્સરની દવાઓ
ચાલો જાણીએ શું થયું સસ્તું ?
36 કેન્સર દવાઓમેડિકલ સાધનો સસ્તા થશેભારતમાં બનેલા કપડામોબાઈલ ફોનની બેટરી 82 વસ્તુઓ પરથી સેસ હટાવી દેવામાં આવ્યો લેધર જેકેટ્સ, શૂઝ, બેલ્ટ, પર્સEV વાહનોLCD, LED ટીવી હેન્ડલૂમ કપડા
આ ઉત્પાદનોની કિંમતો વધી શકે છે
લક્ઝરી ચીજવસ્તુઓ અને હાઈ ક્લાસ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો સંબંધિત પ્રીમિયમ ઉત્પાદનો પર GSTમાં વધારો થવાની શક્યતા.લક્ઝરી અને હાઈ-એન્ડ ઈમ્પોર્ટેડ કાર જેવી ઈમ્પોર્ટેડ ઓટોમોબાઈલ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો થવાની સંભાવના છે.તમાકુ અને સિગારેટ પર ટેક્સ વધારવાની શક્યતા છે.આલ્કોહોલનો વપરાશ ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાની શક્યતા છે.સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર આયાત જકાત વધારવાની શક્યતા છે.હવાઈ મુસાફરી સંબંધિત એવિએશન ફ્યુઅલ ટેક્સમાં વધારો ટિકિટના ભાવને અસર કરી શકે છે.ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી કિંમતને કારણે મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઈન્ટરનેટ સેવાઓ મોંઘી થઈ શકે છે.
TDSની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી
ITR અને TDS મર્યાદા વધારવામાં આવી છે. TDSની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે. ટેક્સ કપાતમાં સીનિયર સિટીજન માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી હતી. છૂટ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે તમે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
ઈનકમ ટેક્સને લઈ મોટી જાહેરાત
આ ઉપરાંત નિર્મલા સીતારમણે ઈનકમટેક્સ પેયર્સને મોટી ભેટ આપી છે. દર મહિને 1 લાખ રૂપિયા કમાતા લોકોએ પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. હવે તમે છેલ્લા 4 વર્ષનું IT રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશો. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. આ ફેરફાર નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. અગાઉ 7 લાખ રૂપિયાની કમાણી પર ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.
Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું