નવી દિલ્હીઃ મોદી સરકારે બજેટ 2020-201માં કરદાતાઓને છેતરામણી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 5થી 7.5 લાખની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. પહેલા 10 ટકાનો સ્લેબ ન હતો. 7.5 લાખથી 10 લાખની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત તેમાં ડિડક્શન સામેલ નહીં, જે ડિડક્શન લેવા માગે છે તે જૂના દરમાં ટેક્સ આપી શકે છે. એટલે કે ટેક્સપેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા હશે.


હવે આ હશે નવા ટેક્સ સ્લેબ

5%   -  2.5 – 5 લાખની કમાણી પર
10%   -  5 7.5 લાખની કમાણી પર
15%   -  7.5 – 10 લાખની કમાણી પર
20%   -  10 – 12.5 લાખની કમાણી પર
25%   -  12.5 – 15 લાખની કમાણી પર
30%   -  15 લાખ અને તેનાથી વધારે કમામી ઉપર

હાલમાં ઇનકમ ટેક્સ સ્લેબ સિસ્ટમાં 2.5  લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી. 2.5થી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ છે. જ્યારે 5-10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 10 લાખથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.