નિર્મલા સીતારમણની ઓળખ એક એવી સ્ત્રીની છે જે કુશળ વક્તા છે, ટાર્ગેટ બનાવીને તેને ભેદવામાં માહિર છે અને કુશળ ગૃહિણી પણ છે. આ પહેલા પણ નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરી ચૂક્યા છે. નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ સીતારમણ અને માતાનું નામ સાવિત્રી દેવી છે. નિર્મલા સીતારમણમાં બાળપણથી જ દેશની રાજનીતિક વ્યવસ્થાને સમજવાની ઉત્સુક્તા હતી. તેમણે તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી કોલેજતી બીએની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે જેએનયૂથી વર્ષ 1980માં ઇકોનોમિક્સમાં એમએસની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે અહીંથી જ એમફીલની ડિગ્રી પણ મેળવી.
નિર્મલા સીતારમણના લગ્ન ડો. પ્રભાકર સાથે થયા. બન્નેની મુલાકાત જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટીમાં થઈ હતી. અહીં પણ બન્ને એક સાથે અભ્યાસ કરતા હતા. જ્યાં એક બાજુ નિર્મલા સીતારમણ ભાજપ તરફ વળેલા હતા તો બીજી તપ ડો. પરકલા પ્રભાકર એક કોંગ્રેસી પરિવારથી હતા. નિર્મલા સીતારમણે પોાતાની શરૂઆતની કારકિર્દીમાં પ્રાઈવ વોટર હાઉસ કૂપરમાં સીનિયર મેનેજરના પદ પર કામ કર્યું. ત્યાર બાદ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસમાં લંડનમાં પણ કામ કર્યું. તેમણે હૈદ્રાબાદની પ્રણવ સ્કૂલના સંસ્થાપકોમાંથી એક છે અને ‘નેશનલ કમીશન ઓફ વુમન’ના સભ્ય પણ રહી ચૂક્યા છે.