Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં બિહારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણની જાહેરાત કરી છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં દેશના સામાન્ય બજેટમાં બિહાર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. નાણામંત્રીએ બિહાર માટે બીજી ઘણી મોટી જાહેરાતો પણ કરી છે, જેમાં મખાના બોર્ડની રચના, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ અને પટના IITનું વિસ્તરણનો સમાવેશ થાય છે.
શું હોય છે ગ્રીનફીલ્ડ એરપોર્ટ ?
ગ્રીનફિલ્ડ એરપોર્ટનો અર્થ એ છે કે એવી જમીન પર એરપોર્ટ બનાવવું જ્યાં પહેલાથી કોઈ બાંધકામ થયું નથી. ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખાલી અને અવિકસિત જમીન પર બનેલ છે. આ એરપોર્ટ બનાવવાનો મુખ્ય હેતુ શહેરના હાલના એરપોર્ટ પર ભીડ ઘટાડવાનો છે. આ એરપોર્ટ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરશે. પટના એરપોર્ટ અને બિહતાના બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ ઉપરાંત, આ ત્રીજું એરપોર્ટ હશે. આ એરપોર્ટ બિહારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી પટના એરપોર્ટ પર વધેલા દબાણમાં પણ ઘટાડો થશે.
બિહારમાં મખાના બૉર્ડનું ગઠન
બિહારમાં પણ મખાના બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવી છે. મખાના બોર્ડની રચનાથી રોજગારની નવી તકો ઉભી થશે. આનાથી મૂલ્યવર્ધન, ઉત્પાદન, પ્રક્રિયા અને માર્કેટિંગની તકો પણ મળશે. આ સાથે, મખાના કાઢવામાં રોકાયેલા લોકોને પણ લાભ મળશે. મખાના બોર્ડની રચના સાથે, ખેડૂતોને તાલીમ અને સમર્થન આપવામાં આવશે જેથી તેઓ સરકાર તરફથી લાભ મેળવી શકે.
વળી, નાણાં મંત્રીએ જાહેરાત કરી છે કે પાંચ લાખ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે જેઓ પહેલીવાર ઉદ્યોગસાહસિક બન્યા છે. આ અંતર્ગત, આગામી 5 વર્ષ દરમિયાન તેમને 2 કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો
Budget 2025: કયા-કયા સેક્ટરમાં કેટલી લૉન આપવાનું બજેટમાં થયું એલાન ? ચેક કરી લો લિસ્ટ