પેટ્રોલના વધતા ભાવથી અહીં મળશે છૂટકારો, મુંબઈથી ક્યાંક 20 રૂપિયા તો ક્યાંક 15 રૂપિયા સસ્તું છે પેટ્રોલ
પોર્ટ બ્લેર - 60.79, પણજી - 64.82, અગરતલા - 66.28, આઈઝોલ - 66.41, ઈટાનગર - 66.56, દમણ - 68.43, સેલવાસા - 68.50, ઇમ્ફાલ - 68.54, કોહિમા - 68.83, અંબાલા - 69.92
મુંબઈઃ પેટ્રોલની વધતી કિંમત છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં છે, મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં તો પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ પહોંચી ગઈ છે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ તેની કિંમત 80 રૂપિયા લિટરની આસપાસ છે, પેટ્રોલની આ વધતી કિંમતમાં અમે તમને એવા શહેરની યાદી બતાવીએ છીએ જ્યાં પેટ્રોલની કિંમત ઘણી ઓછી છે. કેટલીક જગ્યાએ તો પેટ્રોલની કિંમત મુંબઈ કરતાં 20 રૂપિયા તો કેટલીક જગ્યાએ 15 રૂપિયા પ્રતિ લિટર ઓછી છે.
અમે જે યાદી લઈને આવ્યા છે તેમાં કેટલાક શહેર તો અંતરિયાળ છે, પરંતુ કેટલાક શહેર એવા પણ છે જે મોટા શહેરની નજીક છે. ગોવાની રાજધાની પણજી એક પર્યટન સ્થળ છે અને તે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર સાથે જોડાયેલ છે, ગોવામાં પેટ્રોલની કિંમત મુંબઈ કરતાં 15 રૂપિયા પ્રતિ લિટર સસ્તી છે. આગળ વાંચો ક્યાં શહેરમાં કેટલી છે પેટ્રોલની કિંમત.