રોજ વધતા-ઘટતા રહેશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, આ વ્યવસ્થામાં કોઈપણ ફેરફાર નહીં કરે સરકાર
પેટ્રોલ-ડીઝલના ભાવ 3 વર્ષમાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. બુધવારે મુંબઇમાં પેટ્રોલ 79.48 રૂપિયા અને દિલ્હીમાં 70.38 રૂપિયા પ્રતિ લિટર વેચાયું છે. અગાઉ, 2014ની પહેલી ઓગસ્ટે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 80.60 રૂપિયા અને દિલ્હીમાં 72.51 રૂપિયા હતો. આ વર્ષે 16મી જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નક્કી થઇ રહ્યા છે, ત્યારથી પેટ્રોલ 7.48 ટકા અને ડીઝલ 7.76 ટકા મોંઘા થઇ ગયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનાથી કિંમતોમાં એકદમ વધારો થવાને ઓછા પ્રમાણમાં વધારો થાય છે. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓના પ્રમુખો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે, ‘સરકારને તેલ કંપનીઓના રોજિંદા કામ સાથે કોઈ લેવાદેવા નથી. માત્ર કુશળતા એવું ક્ષેત્ર છે જ્યાં સરકાર તેલ કંપનીઓની દક્ષતામાં સુધાર માટે હસ્તક્ષેપ કરશે.’
તેમણે કહ્યું કે, દેશ પોતાની જરૂરિયાતના 80 ટકા આયાતથી પૂરું કરે છે અને આ કારણે 2002 ડોમેસ્ટિક બળતણની કિંમતોને ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોના ઉતાર-ચઢાવ સાથે જોડવામાં આવ્યા. તેમણે કહ્યું કે, પહેલા ભાવને દર પખવાડિયે બદલવામાં આવતા હતા પરંતુ 16 જૂનથી તેને રોજ બદલવામાં આવે છે. દૈનિક આધાર પર સમીક્ષામાં ઈન્ટરનેશનલ બજારમાં તેલની કિંમતોમાં જો ઘટાડો થાય તો તેનો લાભ તરત ગ્રાહકને મળે છે.
તેમણે કહ્યું કે, ‘સમય આવી ગયો છે કે, GST કાઉન્સીલ પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં લાવવા અંગે વિચાર કરે.’ પેટ્રોલિયમ મંત્રીએ 3 જુલાઈથી કિંમતોમાં થયેલા વધારાને હળવો કરવા માટે ટેક્સમાં કાપ અંગે પ્રતિબદ્ધતા ન દાખવી. વધતી કિંમતો અંગે થઈ રહેલી ટીકા ખોટી ગણાવતા પ્રધાને કહ્યું કે, 16 જૂને નવી વ્યવસ્થા બાદ એક પખવાડિયા સુધી કિંમતોમાં આવેલા ઘટાડાને નજરઅંદાજ કરાયો અને માત્ર અસ્થાયી રીતે કિંમતના ઘટાડાનો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિદિન થતા ફેરફારમાં કોઈપણ હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. પેટ્રોલ ડીઝલની કિંમત જુલાઈ બાદથી 7.3 રૂપિયા પ્રતિ લિટર વધી ગઈ છે જેને લઈને ઉઠતા સવાલોને લઈને તેમણે આ જવાબ આપ્યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. હાલમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -