BSNL ટૂંકમાં શરૂ કરશે 4G VoLTE સર્વિસ, 5Gના પરીક્ષણની તૈયારીઓ કરી શરૂ
કંપની વર્ષ 2016-17 માટે 28700 કરોડ રૂપિયાની આવકની જાહેરાત કરી શકે છે, જે પહેલાના વર્ષમાં 28400 કરોડ રૂપિયા હતી. શ્રીવાસ્તવે કહ્યું કે, કંપની 2018-19માં નફો કરે તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, અને 4G VoLTE સેવાઓને દેશભરમાં શરૂ કરવાની ધારણા રાખી રહ્યા છીએ અને સરકાર પાસેથી સ્પેક્ટ્રમ માગી રહ્યા છીએ. કંપનીએ વિતેલા વર્ષના અંતમાં ટેલિકોમ વિભાગને કહ્યું હતું કે તેણે 4જી સેવા શરૂ કરવા માટે 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ આપવામાં આવે.
કોલકાતાઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે પાંચમી પેઢી એટલે કે 5જીની ટેલિકોમ સંવાઓ માટે શરૂઆતના તબક્કાનું કામ શરૂ કર્યું છે, જ્યારે બીએસએનએલ રાષ્ટ્રીય સ્તર પર 4G VoLTE સેવાઓથી શરૂઆથી જ મોટી આશા છે.
કંપનીને આશા છે કે સરકાર તેને 4જી અને 5જી સેવાઓ આપવા માટે 700 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમ ફાળવણી કરશે. સ્પેક્ટ્રમ ખરીદવા માટે બીએસએનએલે સૌથી ઉંચી બોલી લગાવનારની કિંમતની બરાબરી કરવાની રહેશે. જોકે પહેલા તેણે હરાજીમાં ભાગ લેવાની જરૂરત નહીં રહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -