10મું ફેલ છોકરાએ Amazonને લગાડ્યો 1.3 કરોડ રૂપિયાનો ચૂનો, છેતરપિંડીની ટ્રિક જાણીને તમે પણ ચોંકી જશો
પોલીસનું કહેવું છે કે દર્શને પેમેન્ટની ચૂકવણીની સિસ્ટમ સાથે છેડછાડ કરી છે. એસપી કે.અન્નામલઇએ કહ્યું કે દર્શને કાર્ડ સ્વાઇપ કરતાં સમયે એક નકલી પેમેન્ટ એલર્ટ તૈયાર કર્યા હતા. અમેઝોનના અધિકારીઓને ત્રિમાસિક ઑડિટ દરમ્યાન છેતરપિંડીની માહિતી મળી. આ ઑડિટ ફેબ્રુઆરીમાં થયું હતું. એમેઝોને ફરિયાદ નોંધાવી છે. અમે દર્શન સહિત 4 લોકોની ધરપકડ કરી. આ મામલામાં હજુ 2 આરોપી ભાગેડુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 વર્ષના દર્શન એલિયાસ ધ્રુવ એ પોતાના મિત્રોને પણ મોંઘી પ્રોડક્ટ ઓર્ડર કરવાનું કહ્યું. એટલું નહીં દર્શને કોઇપણ પ્રકારના પૈસા ટ્રાન્સફર કર્યા વગર પ્રોડક્ટ પહોંચાડી દીધી. આ કેસમાં 4 યુવકોને 25 લાખ રૂપિયાની કિંમતના સામાનની સાથે ધરપકડ કરાઇ છે. તેમાં 21 સ્માર્ટફોન, 1 લેપટોપ, એક આઇપોડ, 1 એપલની ઘડિયાળ સામેલ છે. પોલીસે 4 બાઇક પણ સીઝ કરી દીધી છે.
નવી દિલ્હીઃ 10મું ફેલ એક ડિલિવરી બોયે એમેઝોનને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. એજન્ટે આ ફ્રોડ છેલ્લા 5 મહિનાની અંદર કર્યો છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે આ ફ્રોડ કેવી રીતે કર્યો છે. આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કાર્રવાઈ કરતા મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ પણ કરી છે.
પોલીસના મતે છેતરપિંડી સપ્ટેમ્બર 2017 અને ફેબ્રુઆરી 2018ની વચ્ચે કરવામાં આવી છે. આ સમયગાળામાં અમેઝોનને ચિકમંગલુરૂ શહેરથી 4604 ઑર્ડર્સ મળ્યા. આ તમામ પ્રોડક્ટ દર્શન દ્વારા પહોંચાડવામાં આવી, જે એકદંત કેરિયર્સ કંપનીમાં કામ કરતો હતો. એકદંત કંપનીની સાથે અમેઝોનનો કરાર હતો કે તે તેમની પ્રોડક્ટ્સ પહોંચાડશે અને પેમેન્ટ પણ લેશે.
એટલું જ નહીં 8 માર્ચના રોજ અમેઝોનના સિનિયર મેનેજર નવીન કુમારે બસવનહલ્લી પોલીસ સ્ટેશનમાં દર્શન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે દર્શને કંપનીને 1.3 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો છે.
અમેઝોનએ દર્શનને ગ્રાહકો પાસેથી ચૂકવણી અને ડિલિવરી સાથે જોડાયેલી તમામ માહિતી માટે ડિજીટલ ટેબ આપી રાખી હતી. જો કે પોલીસ એ વાત શોધવામાં લાગ્યું છે કે દર્શને કાર્ડ દ્વારા કરાયેલ ચૂકવણીમાં કંઇ રીતે હેરાફેરી કરી. આ મામલે પોલીસે ટેબને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -