Hyundaiએ ભારતમાં લોન્ચ કરી i10 ડ્યૂઅલ ટોન એડિશન, જાણો કિંમત અને ફીચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્યૂલ ટોનની કિંમત સ્પોર્ટસ્ વેરિયન્ટ કરતા 25,000 રૂપિયા વધારે છે. આ ઉપરાંત બ્રેકિંગ સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાંડ i10ની સીધી હરિફાઈ મારૂતિની નવી સ્વિફ્ટ સાથે છે. સ્વિફ્ટની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ગ્રાંડ આઈ10 ડ્યૂલ ટોન પેટ્રોલ વર્જનની કિંમત 6.24 લાખ રૂપિયા અને ડીઝલ વર્ઝનની કિંમત 7.23 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
હુન્ડાઈ ગ્રાંડ i10 ડ્યૂલ ટોનમાં ઓલ-બ્લેક ડેશબોર્ડ, 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેંમેન્ટ સિસ્ટમ, નવી ફેબ્રિક અપહોલ્ટ્રી, રેડ કોન્ટ્રાક્ટ સ્ટિચિંગ સાથે ગિયર શિફ્ટ નોબ, લેધર વાળું સ્ટીયરિંગ વ્હીલ જોવા મળશે. આ ઉપરાંત 14 ઈંચના ડાર્ક ગનમેટલ કલરના અલોય વ્હીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકી તમામ ફીચર્સ સ્પોર્ટસ્ વેરિયન્ટના આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ હ્યુન્ડાઈએ ભારતમાં સૌથી વધારે વેચાતી કાર ગ્રાન્ડ આઈ10ને વધુ સ્ટાઈલિશ અવતારમાં લોન્ચ કરી છે. કંપનીએ ભારતમાં ગ્રાન્ડ આઈ10ની ડ્યૂઅલ ટોન એડિશન લોન્ચ કરી છે. ડ્યૂઅલ ટોન એડિશનને ગ્રાન્ડ આઈ10ના સ્પોર્ટ્સ વેરિયન્ટ તરીકે તૈયાર કરવામાં આવી છે. કિંમત વિશે વાત કરીએ તો હાલમાં ગ્રાન્ડ આઈ10 સ્પોર્ટ્સ કરતાં આ મોડલ 25000 રૂપિયા મોંઘું હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -