✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SBIએ ગ્રાહકોને આપી મોટી રાહત, મિનિમમ બેલેન્સ ચાર્જમાં કર્યો ઘટાડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 12:37 PM (IST)
1

જોકે આ દંડની પ્રક્રિયામાં જનધન એકાઉન્ટ્સ, બેઝિક સેવિંગ એકાઉન્ટ્સ ડીપોઝિટ, પેન્શનર એકાઉન્ટ્સ, સોશિયલ સ્કિમના લાભાન્વિતોના એકાઉન્ટ્સ પર કોઇ જ પ્રકારના ચાર્જીસ રાખવામાં આવ્યા નથી.

2

બેંકના નિયમ મુજબ શહેરી વિસ્તારમાં રૂપિયા 3000 અને સેમિ અર્બન અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા 2000થી રૂપિયા 1000 મિનિમમ બેલેન્સ ફરજીયાત રાખવું પડે છે.

3

ગત ઓક્ટોબર મહિનામાં બેંક દ્વારા પોતાના ગ્રહાકોના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અંગે કાર્યવાહી કરતા રૂપિયા 40-100નો દંડ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પાછળથી તેને ઘટાડીને રૂપિયા 30-50 કરીદેવાઈ હતી. જેને હજુ એકવાર ઘટાડવામાં આવી છે.

4

બેંકનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે પાછલા 8 મહિનામાં મિનિમમ બેલેન્સ ચાર્જિસ પેટે બેંક રૂપિયા 1771 કરોડ જેટલી માતબર રકમ મેળવી હતી જેને લઈને બેંકની ટીકા પણ થઈ હતી. દંડ દ્વારા વસૂલવામાં આવેલ આ રકમનો સરવાળો બેંકના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરનો કુલ નફો રૂપિયા 1581 કરોડ કરતા પણ ક્યાંય વધુ છે.

5

મેટ્રો અને અર્બન સેન્ટરોમાં મિનિમમ બેલેન્સ મેઇન્ટેનન્સના ચાર્જિસ 50 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે સેમી-અર્બન અને રુરલ સેન્ટરમાં ચાર્જિસ 40 રૂપિયાથી ઘટાડીને 12 રૂપિયા અને 10 રૂપિયા કરવામાં આવ્યા છે. આ દરેક ચાર્જીસ પર અલગથી GST ટેક્સ લાગુ પડશે.

6

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઈએ એવા લોકોને મોટી રાહત આપી છે જે પોતાના બચત ખાતામાં મિનિમમ બેલન્સ રાખવામં સક્ષમ નથી હોતા. એસબીઆઈએ ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પર લાગતા ચાર્જમાં 75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ હવે ગ્રાહકોએ પહેલાની તુલનામાં ઘણો ઓછો ચાર્જ આપવો પડશે. SBIના નિર્ણયથી 1 એપ્રિલથી બેંકના 25 કરોડ ગ્રહાકોને ફાયદો થશે.

  • હોમ
  • બિઝનેસ
  • SBIએ ગ્રાહકોને આપી મોટી રાહત, મિનિમમ બેલેન્સ ચાર્જમાં કર્યો ઘટાડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.