આજથી આ જગ્યા પર નહીં મળે McDonaldના બર્ગર, 169 રેસ્ટોરાં થઈ રહ્યા છે બંધ
નવી દિલ્હીઃ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં મંગળવારે કનોટ પ્લાઝા રેસ્ટોરાં (સીઆરપીએલ)ની અરજી ફગાવ્યા બાદ આજથી ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના અનેક રેસ્ટોરાં બંધ થવા જઈ રહ્યા છે જેના કારણે આ ક્ષેત્રમાં મેકડોનાલ્ડના બર્ગ નહીં મળશે. અમેરિકન ફૂડ ચેન McDonaldએ સીઆરપીએલ સાથેનો કરાર તોડી નાંખ્યો છે અને સીઆરપીએલને કહ્યું છે કે, તે 6 સપ્ટેમ્બરથી તેની બ્રાન્ડનો ઉપયોગ નહીં કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીઆરપીએલના બિક્રમ બખ્શીએ McDonaldના આ નિર્ણય વિરૂદ્ધ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં અરજી કરી હતી જે મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. McDonald બ્રાન્ડ હેઠળ સીઆરપીએલ ઉત્તર અને પૂર્વ ભારતમાં 169 રેસ્ટોરાંનું સંચાલન કરતી હતી પરંતુ હવે તે બંધ થવાનું જોખમ વધી ગયું છે. આ રેસ્ટોરાંમાં અંદાજે 7000 લોકો કામ કરતા હતા અને તેમની નોકરી પર પણ જોખમ ઉભું થયું છે.
એનસીએલટીએ સોમવારે વિક્રમ બખ્શીની એ બે અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો જે McDonaldની સાતે ચાલી રહેલ લડાઈ માટે કરવામાં આવી હતી. એનસીએલટીએ મંગળારે બખ્શીના વકીલને કહ્યું કે, તે એપલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરે કારણ કે કેસ પહેલેથી જ ત્યાં ચાલુ છે.
બખ્શીએ McDonald કોર્પોરેશન વિરૂદ્ધ પણ એક અરજી દાખળ કરી છે જેમાં આરોપ લગાવ્યો હતો કે McDonald કોર્પોરેશને તેના 50-50 ટકાવાળા સંયુક્ત સાહસ કનોટ પ્લાઝા રેસ્ટોરાં લિમિટેડમાં હસ્તક્ષેપ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -