Jioએ એરટેલ અને વોડાફોનને પણ પાછળ છોડ્યા, ડેટા સ્પીડના મામલે પ્રતિસ્પર્ધી કરતાં ઘણી આગળ
જિયોએ ફ્રી વોઇસ કોલ સાથે એક વર્ષ પહેલાં ભારતીય ટેલિકોમ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. સૂત્રો મુજબ, દેશમાં મોબાઇલ ડેટા યુઝ છેલ્લા એક વર્ષમાં 20 કરોડ જીબીથી વધીને 150 કરોડ જીબી થઈ ચૂક્યો છે. સૂત્રો કહે છે કે, તેમાંથી જિયોના નેટવર્ક પર દર મહિને 100 કરોડ જીબી ડેટાનો વપરાશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જુલાઈ મહિનામાં ટેલીકોમ કંપનીઓના 4જી ડેટા સ્પીડના મામલે રિલાયન્સ જિઓ 18.33 એમબીપીએસની સરેરાશ સ્પીડની સાથે એક વખત ફરી પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં આગળ નીકળી ગઈ છે. ટેલિકોમ નિયામક ટ્રાઈના આંકડા અનુસાર જુલાઈ મહિનામાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમની સરેરાશ 4જી સ્પીડ સામાન્ય ઘટી છે પરંતુ તેમ છતાં નજીકની પ્રતિસ્પર્ધી વોડાફોનની ડેટા સ્પીડની તુલનામાં બે ગણી છે.
મંગળવાળે ટ્રાઈ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર એવરેજ ડેટા સ્પીડ મામલે ટ્રાઈના સ્પીડ ચાર્ટ પર સતત સાત મહિનાથી જિયો ટોચ પર છે. જ્યારે અન્ય કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા આ મામલે પાછળ રહી ગઈ છે.
જુલાઈમાં જિયોની ડાઉનલોડ સ્પીડ 18.331 એમબીપીએસ રહી હતી, જ્યારે એરટેલની તેનાથી લગભગ અડધાથી પણ ઓછી સ્પીડ હતી. એરટેલ 9.266 એમબીપીએસની સ્પીડ સાથે બીજા ક્રમે છે, જ્યારે આઇડિયા સેલ્યુલરની સ્પીડ 8.833 એમબીપીએસ અને વોડાફોન ઇન્ડિયાની સ્પીડ 9.325 એમબીપીએસ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -